આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીને કારણે જિલ્લામાં લોકડાઉનના પગલે શ્રમિકો માટે જિલ્લાના શેલ્ટર હોમ આશ્રય સ્થાનો બન્યા છે. આ શેલ્ટર હોમમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા આપવામાં આવે છે.માનવીય સંવેદન અભિગમ થકી જિલ્લા કલેકટર એચ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ શેલ્ટર હોમમાં આશ્રિતોને તમામ પ્રકારની સુવિધા પુરી પાડવામં આવેલ છે.

જિલ્લા કલેકટર એચ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ સુચારૂ આયોજન કરી વિવિધ સ્થળોએ આવા શેલ્ટર હોમ્સ ઉભા કરવામાં આવ્યા છે. આ શેલ્ટર હોમમાં શ્રમિકો, પરપ્રાંતીયો માટે ગાદલા, ઓશીકા, ચાદર, ટુવાલ, બ્રશ-ટુથપેસ્ટ, સેનિટાઇઝેશન, સાબુ સહિત સોશ્યલ ડિસ્ટન્સીંગ સાથે રહેવાની વ્યવસ્થા, બે સમયનું ભોજન અને ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલ ટીમ દ્વારા આ તમામ લોકોની કોરોનાના સંભવિત સંક્રમણને લગતી આરોગ્ય તપાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, મનોચિકિત્સકો દ્વારા આ તમામ લોકોનું કાઉન્સિલીંગ પણ કરવામાં આવી હ્યું છે. આશ્રિતોને કોરોના વિશેની સમજ આપી તેનાથી બચવા માટે રાખવી જોઈતી સાવધાનીઓ વિશે સમજૂતિ આપવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં મહેસાણા જી.આઇ.ડી.સી હોલ ખાતે ૯૩, તળેટી ખાતે આદર્શ નિવાસી શાળામાં ૬૮, વડનગર અમરથોળ પ્રાથમિક કુમાર શાળા ખાતે ૨૪, વડનગર ટાઉન હોલ ખાતે ૧૦,વિજાપુર નગરપાલિકા પ્રાથમિક કુમાર શાળા ખાતે ૧૯, નંદાસણ એમ.પી પટેલ હાઇસ્કુલ ખાતે ૬૯ અને બેચરાજી રત્નમણી કોલેજ કેમ્પસ ખાતે ૨૫ આશ્રિતોને શેલ્ટર હોમમાં તમામ પ્રકારની જીવન જીરૂરીયાતની સેવાઓ પુરી પડાઇ રહી છે.

મહેસાણા જિલ્લાના આ શેલ્ટર હોમમાં તમામ આશ્રિતોને ભોજન, રહેઠાણ સહિત પ્રાથમિક સુવિધાઓ વહીવટીતંત્ર દ્વારા પુરી પડાઇ રહી છે. આ ઉપરાંત તમામ આશ્રિતોની તબીબી ચકાસણી પણ પુરી કરાઇ છે. મહેસાણા જિલ્લામાં શેલ્ટર હોમના આશ્રિતોને દવા સાથે કપડાં તેમજ જીવન જરૂરીયાતની તમામ સેવાઓ, વસ્તુઓ પુરી પડાઇ છે. જિલ્લાના શેલ્ટર હોમમાં તમામ પરપ્રાંતિય શ્રમિકો તેમજ મજદૂરોને જરૂરી સુવિધા મળી રહે તે માટે સમયાંતરે જિલ્લાના સિનિયર અધિકારીઓ દ્વારા મુલાકાત લઇ સમીક્ષા અને જરૂરી સુચનો પણ કરવામાં આવેલ છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code