આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં સાંસદ જયશ્રીબહેન પટેલે સુજલામ સુફલામ જળ અભિયાન-2019નો પાલાવાસણા તળાવ ખાતેથી પ્રારંભ કરાવતાં જણાવ્યું હતું કે જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા જળસંચયના કામો થવાના છે. જિલ્લામાં ૨૦૧૯ના જળસંચય અભિયાનમાં 450 કામો રૂ. 578.73લાખના ખર્ચે થનાર છે.આ કામો થકી જિલ્લામાં 360 લાખ ઘનમીટર વધારે જળસંગ્રહ થવાનો છે.

રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં કરાયો છે. મહેસાણા જિલ્લામાં 31 મે2019 સુધી જળસંગ્રહના કામો થવાના છે. જિલ્લામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા 59 કામો,નર્મદા નિગમ દ્વારા 44 કામો,જળસંપત્તિ દ્વારા 115 કામો,ગ્રામ વિકાસ દ્વારા ૫૯ કામો,શહેરી વિકાસ મહાનગરપાલિકા દ્વારા 36 કામો, શહેરી વિકાસ નગરપાલિકા દ્વારા 97કામો,વોટર શેડના 40કામો મળી કુલ 450કામો રૂ.578.73 લાખના ખર્ચે થનાર છે.

સાસંદ જયશ્રીબહેન પટેલે જણાવ્યું હતું કે જળઅભિયાનની કામગીરીમાં લોકભાગીદારી પણ જોડાઇ છે. સ્વૈચ્છિક સંસ્થાઓ,ઔધોગિક ગૃહો, જાહેરસાહસો દ્વારા કામગીરી થનાર છે.જિલ્લામાં લોકભાગીદારીથી 70તળાવો તથા વિભાગીય રીતે 53તળાવો મળી કુલ 123 તળાવો ઉંડા કરાવવાની કામગીરી થનાર છે. સંસદ સભ્ય જયશ્રીબહેન પટેલે ઉમેર્યું હતું કે આ અભિયાનના કારણે ઉત્તર ગુજરાતમાં જમીનના પાણીના સ્તર ઉંચા આવશે જેના કારણે આવનારી પેઢી માટે દુષ્કાળ એક ઇતિહાસ બની જશે. આ યોજના અંતર્ગત વરસાદી પાણીનું એક એક ટીપું સંગ્રહ કરવાની નેમ છે. અભિયાન થકી ખેતીને સિંચાઇ અને પીવાના પાણીની તંગી પડશે નહિ તેમ જણાવી ઉત્તર ગુજરાતમાં હરીયાળી આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય રમણભાઇ પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં જળસંચય અભિયાનમાં મનરેગા યોજનામાં ૨૮ તળાવો ઉંડા કરવા, 24 નવા ચેકડેમ બનાવવા, 13 ચેકડેમ ડીસલ્ટીંગ સહિતના કામો થવાના છે.

જિલ્લા કલેકટર એચ.કે.પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે જળસંચય અભિયાનમાં વિવિધ સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. ઔધોગિક સંસ્થાઓ દ્વારા 100 ટકા તળાવ ઉંડા કરવાની કામગીરી હાથ ધરાઇ છે. જિલ્લામાં જળ સંચય અભિયાનમાં ટાંકી,સંપ,ઇન્ટેક સ્ટ્રકચર તથા આસપાસની સફાઇ. તળાવો ઉંડા કરવા, ખેત તલાવડી, નવા ચેક ડેમ, કાંસ સફાઇ, વરસાદી પાણીની લાઇનની સફઇ, પીવાના પાણીના સ્ત્રોતની આજુબાજુની સફાઇ, બોરવેલ રીચાર્જ, ફેલો ચેનલ, ગલી પ્લગ, ખુલ્લા કુવા, રીચાર્જ, ગટરની કાંસ સફાઇ, નહેરોની સફાઇ વોટર ડ્રેઇન જેવા કામો થવાના છે. કાર્યક્રમમાં પાલાવાસણા તળાવની કામગીરીની વિગતે માહિતી આપી હતી અને તેમાં થનાર વધારા જળસંચયથી લોકોને વાકેફ કરાયા હતા.

કાર્યક્મમાં પુર્વ સાંસદ નટુજી ઠાકોર, એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, પ્રાન્ત અધિકારી પી.બી રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, સરપંચ પાલાવાસણા સહિત જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code