મહેસાણા: વિધાર્થીએ શોધ્યુ અનોખુ સોફટવેર, ટેન્શન લેતા વ્યક્તિને ફાયદાકારક

અટલ સમાચાર,મહેસાણા આજના ટેકનોલોજીના જમાનામાં તણાવ સતત આપણો પીછો કરતો હોય છે અને આ જ તણાવને કારણે અને વ્યક્તિઓ મોતને પણ ભેટતા હોય છે. ત્યારે મહેસાણાની ગણપત યુનિવર્સિટીનાં એક વિદ્યાર્થીએ આશીર્વાદરૂપ એક સોફ્ટવેર વિકસિત કર્યું છે. જશ દિયોરા નામનાં આ વિદ્યાર્થીએ સ્ટ્રેસ રેકોગ્નાઈઝ કરતું સોફટવેર વિકસાવ્યું છે. ગણપત યુનિવર્સિટીના વિધાર્થી જશ દિયોરાએ જાપાનમાં યુવતીએ કરેલી
 
મહેસાણા: વિધાર્થીએ શોધ્યુ અનોખુ સોફટવેર, ટેન્શન લેતા વ્યક્તિને ફાયદાકારક

અટલ સમાચાર,મહેસાણા

આજના ટેકનોલોજીના જમાનામાં તણાવ સતત આપણો પીછો કરતો હોય છે અને આ જ તણાવને કારણે અને વ્યક્તિઓ મોતને પણ ભેટતા હોય છે. ત્યારે મહેસાણાની ગણપત યુનિવર્સિટીનાં એક વિદ્યાર્થીએ આશીર્વાદરૂપ એક સોફ્ટવેર વિકસિત કર્યું છે. જશ દિયોરા નામનાં આ વિદ્યાર્થીએ સ્ટ્રેસ રેકોગ્નાઈઝ કરતું સોફટવેર વિકસાવ્યું છે.

ગણપત યુનિવર્સિટીના વિધાર્થી જશ દિયોરાએ જાપાનમાં યુવતીએ કરેલી આત્મહત્યાનાં પગલે સંશોધન કર્યું છે. આ નવીન સંશોધનમાં કીપ-અપ નામનું સોફ્ટવેર અને એપ્લીકેશન વિકસાવ્યાં છે જે તણાવ યુક્ત કોઈ પણ માણસ કે કર્મચારીને તેનાં મોબાઈલ કે લેપટોપનાં કેમેરામાં સ્ટ્રેસનું પ્રમાણ દર્શાવે છે. જેમાં મોબાઈલ અને લેપટોપમાં રહેલા કેમેરામાં દેખાતા ચહેરા ઉપર પોઈન્ટ દેખાય છે. મોબાઈલ અને લેપટોપ કેમેરામાં ચહેરા ઉપર દેખાતા પોઈન્ટ આધારે કામનું ભારણ કેટલું છે અને એ કર્મચારીમાં સ્ટ્રેસનું પ્રમાણ કેટલું છે એ જાણી શકાય છે.

જશ દિયોરા નામનાં વિદ્યાર્થીએ બ્રિટન, જાપાન, બ્રાઝીલનાં વિદ્યાર્થીઓ સાથે મળી જાપાનમાં યોજાયેલ એમઆઈટી બુટકેમ્પ કોમ્પીટીશનમાં સ્ટ્રેસ સોફ્ટવેરનો પ્રોજેક્ટ રજુ કર્યો હતો. આ પ્રોજેક્ટ સિલેક્ટ થઈ જતાં યનિવર્સિટીમાં સહુ કોઈ પોતાનાં વિદ્યાર્થીની આ સિદ્ધિ પર ગૌરવ અનુભવી રહ્યાં છે.

એન્જીનીયરીંગ ટેકનોલોજી ક્ષેત્રે ભારતીય વિધાર્થી દ્વારા કીપ-અપ સ્ટ્રેસ સોફ્ટવેરનું સંશોધન હજુ વધુ વિકસાવવામાં આવી રહ્યું છે અને જાપાન ખાતે સ્ટ્રેસ સોફ્ટવેરના પ્રેઝન્ટેશન સાથે જ ઇન્વેસ્ટર પણ મળી ગયા છે. તણાવયુક્ત માનવીય જીવનમાં અતિ ઉપયોગી બની રહેવાની સંભાવના સાથે સ્ટ્રેસ સોફ્ટવેર ઉપર વિદેશી વિદ્યાર્થી સાથે સંશોધન સફળ બનાવવાનાં પ્રયાસો ચાલી રહ્યાં છે. આ સ્ટ્રેસ સોફ્ટવેર દ્વારા તણાવનું પ્રમાણ જાણી યોગ્ય તબીબી સારવાર પણ આપી શકવાની શક્યતાઓ વધી ગઈ છે.