મહેસાણાઃ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ધો-5માં ભણતા વિધાર્થીઓ અરજી કરે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં ધોરણ-5માં ભણતા વિધાર્થીઓ માટે સરકારની જવાહર નવોદય વિધાલયમાં અભ્યાસ મટે ઉજળી તક પ્રાપ્ત થઇ છે. જિલ્લાના આગામી શૈક્ષણિક વર્ષ 2020-21માં જવાહર નવોદય વિધાલયમાં ધોરણ-૦૬માં પ્રવેશ માટેની પસંદગીની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા 10 એપ્રિલ 2021ના રોજ જિલ્લામાં નક્કી કરેલ કેન્દ્રોમાં યોજાનાર છે. મહેસાણા જિલ્લામાં સરકારી,સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાં વર્તમાન શૈક્ષણિક
 
મહેસાણાઃ જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે ધો-5માં ભણતા વિધાર્થીઓ અરજી કરે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં ધોરણ-5માં ભણતા વિધાર્થીઓ માટે સરકારની જવાહર નવોદય વિધાલયમાં અભ્યાસ મટે ઉજળી તક પ્રાપ્ત થઇ છે. જિલ્લાના આગામી શૈક્ષણિક વર્ષ 2020-21માં જવાહર નવોદય વિધાલયમાં ધોરણ-૦૬માં પ્રવેશ માટેની પસંદગીની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા 10 એપ્રિલ 2021ના રોજ જિલ્લામાં નક્કી કરેલ કેન્દ્રોમાં યોજાનાર છે. મહેસાણા જિલ્લામાં સરકારી,સરકારી માન્યતા પ્રાપ્ત શાળામાં વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ 5 અભ્યાસ કરતા વિધાર્થીઓ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

જવાહર નવોદય વિધાલયમાં પ્રવેશ માટે ઓનલાઇન અરજી https://navodaya.gov.in/nvs/en/Admission- JNVST/JNVST-class/ પર અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 ડીસેમ્બર 2020 છે.