મહેસાણા જિલ્લામાં સુ-શાસન દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, મહેસાણા તા.૨૫ ડિસેમ્બરના રોજ મહેસાણા ખાતે સ્વ.વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મ દિનની-સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ ભરતસિંહ ડાભી, સાંસદ જયશ્રીબહેન પટેલના હસ્તે સરકારની કલ્યાણકારી યોજનાઓના સહાય હુકમ અને મંજુરી પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ વયવંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાયના 30 લાભાર્થીઓને
 
મહેસાણા જિલ્લામાં સુ-શાસન દિવસની ઉજવણી કરાઇ

અટલ સમાચાર, મહેસાણા

તા.૨૫ ડિસેમ્‍બરના રોજ મહેસાણા ખાતે સ્વ.વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્‍મ દિનની-સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ ભરતસિંહ ડાભી, સાંસદ જયશ્રીબહેન પટેલના હસ્તે સરકારની કલ્યાણકારી યોજનાઓના સહાય હુકમ અને મંજુરી પત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ વયવંદના યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાયના 30 લાભાર્થીઓને સહાય હુકમ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગણોતધારા કલમ 32એ મુજબ નમુના મંબર 9ના 10 ખરીદ પ્રમાણપત્રો અરજદારોને સ્થળ પર આપવામાં આવ્યા હતા.

જિલ્લામાં બિન ખેતી હુકમ,બાંધકામ પરવાનગી અને ગણોતધારાની કલમ 63 અને 43 અન્વયે 35 અરજદારોને મંજુરીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીનગરથી મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરથી વિકાસ કામોના ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રૂ.૬.૪૩ લાખના ખર્ચે જિલ્લા પંચાયત મહેસાણા જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું હતું.

આ જનસેવા કેન્દ્ર જિલ્લા વિકાસ અધિકારીની પુરસ્કાર ગ્રાન્ટમાંથી કરવામાં આવેલ છે. અરજદારો માટે એરકન્ડીશન વાતાવરણમાં સોફા સાથે સુંદર બેઠકની વ્યવસ્થા જનસેવા કેન્દ્રમાં કરાઇ છે. જનસેવા કેન્દ્રથી જિલ્લા પંચાયતની વિવિધ શાખાઓમાં થતી કામગીરીની વિગતોથી નાગરિકો માહિતગાર થઇ શકે તે માટેની વ્યવસ્થા કરાઇ છે.
મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળા નંબર 3 માં રૂ.121.80 લાખના ખર્ચે 14 વર્ગખંડોનું અને રૂ.85 લાખના ખર્ચે નિર્મિત દવાડા ખાતે 8 વર્ગખંડોનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગરથી આયોજીત ઇ-લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાથમિક શાળા નંબર 3 માં ધોરણ 8 માં અભ્યાસ કરતી રીતુબેન પરમાર તેમજ એસ.એમ.સીના સભ્ય  પરમાર સાથે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રીએ બાયસેગ દ્વારા સંબોધન કર્યું હતું.ઉપસ્થિત જનમેદનીએ ઇ-લોકાર્પણનો કાર્યક્રમ નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં માહિતી ખાતા નિર્માણ કરાયેલ રાજય સરકારની એક વર્ષની સિધ્ધિ દર્શાવતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. જેને લોકોએ રસપૂર્વક નિહાળી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય રમણભાઇ પટેલ જિલ્લા કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ,વાય.દક્ષિણી,નિવાસી અધિક કલેકટર હર્ષદ વોરા, પ્રાન્ત અધિકારી પી.બી.રાઠોડ જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ,લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.