મહેસાણાઃતુમ્હારા એટીએમ કાર્ડ વેરીફાઈ કરના પડેગા કહી 99 હજાર ઉપાડી લીધા

અટલ સમાચાર, મહેસાણા મહેસાણાના એક યુવાનને ફોન દ્વારા બોમ્બે એસબીઆઈની હેડ ઓફીસમાંથી વાત કરુ છું આપનુ કાર્ડ વેરીફાઈ કરવું પડશે તેમ કહી કાર્ડ નંબર મેળવ્યો હતો. જે બાદ ઓટીપી નંબર માંગી મિનિટોમાં 99 હજાર રુપિયા ગઠીયાએ ખાતામાંથી ઉપડી જતાં યુવાન હાંફળા ફાંફળા બની ગયા હતા. જેમણે આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. કોઈપણ પ્રકારની
 
મહેસાણાઃતુમ્હારા એટીએમ કાર્ડ વેરીફાઈ કરના પડેગા કહી 99 હજાર ઉપાડી લીધા

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાના એક યુવાનને ફોન દ્વારા બોમ્બે એસબીઆઈની હેડ ઓફીસમાંથી વાત કરુ છું આપનુ કાર્ડ વેરીફાઈ કરવું પડશે તેમ કહી કાર્ડ નંબર મેળવ્યો હતો. જે બાદ ઓટીપી નંબર માંગી મિનિટોમાં 99 હજાર રુપિયા ગઠીયાએ ખાતામાંથી ઉપડી જતાં યુવાન હાંફળા ફાંફળા બની ગયા હતા. જેમણે આ બાબતે પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી.

કોઈપણ પ્રકારની વાતોમાં આવ્યા વિના નજીકની બેન્કમાં સમયાનુસાર જાણ કરવાથી છેતરાવાથી આબાદ બચી શકો છો

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગત આધારે શહેરની મોઢેરા રોડ પરની સોસાયટીમાં રહેતા પટેલ મહેન્દ્રકુમાર બાબુલાલ પોતે પ્રાઈવેટ કંપનીમાં સર્વિસ કરી રહ્યા છે. જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો. સામેની વ્યક્તિએ હિન્દીમાં જણાવેલ કે બોમ્બે એસીબીઆઈ હેડ ઓફીસ સે બોલ રહા હું ‘તુમ્હારા એટીએમ વેરીફાઈ કરના પડેગા, અબતક ક્યું નહી કરવાયા’? આમ જણાવતા મહેન્દ્રકુમારે જણાવેલ કે પોતે બે દિવસ વ્યસ્ત હોઈ બેન્કમાંથી જ ફોન હોવાનુ માની લીધુ હતું.

જેથી ભેજાબાજે વાતોમાં ભોળવી એટીએમ નંબર અને તે બાદ ઓટીપી નંબરની માંગ કરી હતી. જે ફરિયાદીએ આપી દીધો હતો. આ બાદ જે બન્યું તેનાથી મહેન્દ્રકુમારને ધ્રાસકો પડ્યો હતો. તેમના એકાઉન્ટમાંથી રૂ.49,0002 તથા ક્રેડીટ કાર્ડમાંથી રૂ.50,000નુ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂ.99,002 ઉપડી ગયા હતા. જે અંગેની ફરિયાદ મહેસાણા બીડીવીઝન પોલીસ મથકમાં નોંધાવા પામી છે.

કોઈપણ બેન્કો દ્વારા ફોન ઉપર કોઈ માહિતી માંગતા નથી

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોઈપણ બેન્ક ફોન પર એકાઉન્ટ, ઓટીપી, કાર્ડનંબર જેવી કોઈપણ પ્રકારની અંગત માહિતી માંગવામાં આવતી નથી. અને જો તમારી સાથે આવી ઘટના બને તો ફોન મારફત કોઈ માહિતી આપવી નહી. અને નજીકની બેન્કનો સંપર્ક કરવો જેથી છેતરામણીની બનતી ઘટના ટાળી શકાય.

ભેજાબાજોની જાળમાં શિક્ષિતો ફસાયા

ઉલ્લેખનીય છે કે, ઓનલાઈન છેતરપિંડી થતી ઘટનાઓને સાયબર ક્રાઈમ કહેવાય છે. અને તેને અંજામ આપતા ભેજાબાજો અવનવા ગતકડાં કરી શિક્ષિતોને છેતરી રહ્યા છે. દિન-પ્રતિદિન સમાચારો, અહેવાલો મારફતે લોકોને સતર્કતા જણાવવામાં આવે છે તેમછતાં આવા લોકો દ્વારા છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે. અને લોકો પણ કંઈ જાણ્યા જોયા વિના એટીએમ, મોબાઈલ, ઓટીપી નંબર આપી દેતા હોય છે.