આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

કોંગ્રેસ શાસિત મહેસાણા તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાક દિવસોથી શરૂ થયેલા નાટકીય ઘટનાક્રમમાં વળાંકો આવી રહ્યા છે. જેમાં કારોબારી બેઠકને લઈ સદસ્યો હાસ્યાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગયા છે. 22 માર્ચે બોલાવેલી કારોબારીનું કોઈ વજૂદ રહ્યું નથી. આથી એજન્ડા મુજબ 25 માર્ચે બજેટની ચર્ચા કરવાની ફરજ પડી હતી.

મહેસાણા તાલુકા પંચાયતે બજેેટને લઈ નિયમ અનુસાર એજન્ડા કાઢી 25 માર્ચે બેઠક બોલાવવાનું નક્કી કર્યું હતું. અગાઉથી ચાલતી અવિશ્વાસની દરખાસ્તને લઇ શરૂ થયેલી ગતિવિધિમાં 22 માર્ચે સભ્યોએ કારોબારી બોલાવી લીધી હતી. જેમાં સભ્ય સચિવ કમ ટીડીઓની ગેરહાજરીમાં એજન્ડા વિના કારોબારી બોલાવતાં ખળભળાટ મચી ગયો હતો.

આથી 25 માર્ચની કારોબારી બેઠકમાં કોરમ નહિ થવાની સંભાવના વચ્ચે ટીડીઓ હરકતમાં આવ્યા હતા. ગત કારોબારી બેઠકનું મહત્વ નહિ હોવાનું કેટલાક સભ્યોને ભાન થયું હતું. આથી કુલ આઠ માંથી સાત સભ્યો 25 માર્ચની કારોબારીમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં બજેટના અવલોકન માટે જીલ્લા પંચાયતને જણાવવાનું સર્વાનુમતે ઠરાવાયું હતું.

આ અંગે તાલુકા વિકાસ અધિકારી ગઢવીભાઈએ જણાવ્યું હતું કે, 22 માર્ચની કારોબારી અંગે કાગળ ઉપર કોઈ એજન્ડા કાઢ્યો ન હતો. મંજૂરી લઇ 25 માર્ચનો એજન્ડા અગાઉથી જ કાઢવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code