મહેસાણા તાલુકા પોલીસે વિદેશી દારૂ અને 5.9ના મુદ્દામાલ સહિત 1 ની ધરપકડ કરી

અટલ સમાચાર,મહેસાણા મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની કડક સુચનાને આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીને આધારે સુખપુરડાથી બોરીયાવી નજીકથી કાનેડીવાળા નેળીયામાંથી બેચરજી ઉર્ફે બેચો બળદેવજી ભીખાજી ઠાકોર રહે. સુખપુરડા,તા.જી. મહેસાણાનો દારૂની હેરાફેરી કરવા નીકળવાનો હોવાથી મહેસાણા તાલુકા પોલીસના સ્ટાફે સુખપુરડા થી બોરીયાવી માર્ગ પર વોચ ગોઠવતા ઉપરોકત નામના વ્યકિત દારૂનું
 
મહેસાણા તાલુકા પોલીસે વિદેશી દારૂ અને 5.9ના મુદ્દામાલ સહિત 1 ની ધરપકડ કરી

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા જીલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડીયાની કડક સુચનાને આધારે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીને આધારે સુખપુરડાથી બોરીયાવી નજીકથી કાનેડીવાળા નેળીયામાંથી બેચરજી ઉર્ફે બેચો બળદેવજી ભીખાજી ઠાકોર રહે. સુખપુરડા,તા.જી. મહેસાણાનો દારૂની હેરાફેરી કરવા નીકળવાનો હોવાથી મહેસાણા તાલુકા પોલીસના સ્ટાફે સુખપુરડા થી બોરીયાવી માર્ગ પર વોચ ગોઠવતા ઉપરોકત નામના વ્યકિત દારૂનું કટિંગ કરતો હોવાનું જણાતા પોલીસે સ્થળ ઉપર જઇ વિદેશી દારૂની સીલબંધ બોટલ નંગ- 1212 કિં.રૂ. 2,06,400 સાથે સફેદ કલરની આઇ ટવેન્ટી ગાડી આગળ પાછળ નંબર વગરની જેની કિં. 3,00,000/- ની તથા તેમની તપાસમાં 1 વિવો કંપનીનો મોબાઇલ કિ.રૂ.3,000 નો મળી કુલ રૂ.5,09,400/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેની વિરૂધ્ધમાં પ્રોહીબીશન એકટ કલમ 65 એઇ,67(સી) 116 બી,98(2) મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.