આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાથી તારંગા સુધી ટ્રેન માટે તંત્ર ઘ્વારા છેલ્લા અઢી વર્ષથી કામગીરી ચાલી રહી છે તે હવે પુર્ણતાના આરે છે. 3૦ જાન્યુઆરીના રોજ મહેસાણા આવેલા રેલ્વેના ડીઆરએમ દિનેશકુમારે આ વિશે માહિતિ આપતા જણાવ્યું હતુ કે, મહેસાણા તારંગા બ્રોડગેજ લાઇન વડનગર સુધીનું કામ પૂર્ણતાને આરે છે અને આગામી 31 માર્ચ સુધીમાં આ ટ્રેક ઉપર ટ્રેન દોડતી શરૂ થઇ જશે. તો એનો મતલબ એ કે લોકસભા ચૂંટણી સમયે ઉત્તર ગુજરાતને આ રેલ્વેની ભેટ મળી શકે છે.
મહેસાણા તારંગા બ્રોડગેજ લાઇનનું કામ 7 જૂન, 2016ના રોજ શિલાન્યાસ બાદ રૂ.194 કરોડના ખર્ચે હાથ ધરાયું હતું. બે દિવસમાં રેલવેના જીઆરએમ કામોનું નિરીક્ષણ કરવા આવનાર છે. ડીઆરએમ દિનેશકુમારે કહ્યું કે, યાત્રિ ટ્રેન ચલાવવા સલામતીની સાથે સુવિધા પણ જરૂરી હોઇ હાલમાં આ લાઇનમાં માર્ગમાં આવતાં સ્ટેશનો પર સુવિધાઓની અંતિમ કામગીરી ચાલી રહી છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code