મહેસાણા: વિજાપુરમાં જિલ્લા કક્ષાના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે

અટલ સમાચાર, મહેસાણા રાષ્ટ્રીય પર્વ એવા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિજાપુર ખાતે યોજાનાર છે. ૧૫ ઓગષ્ટને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવા વિજાપુર ખાતે ઉપસ્થિત રહી રીલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં,રેલ્વે ક્રોસીંગની બાજુવાળા મેદાનમાં, હિંમતનગર મહેસાણા હાઇવે રોડ વિજાપુર ખાતે ધ્વજ વંદન કરાવનાર છે. રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધ્વજવંદન, સલામી, પરેડ નિરીક્ષણ,
 
મહેસાણા: વિજાપુરમાં જિલ્લા કક્ષાના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે

અટલ સમાચાર, મહેસાણા

રાષ્ટ્રીય પર્વ એવા ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિજાપુર ખાતે યોજાનાર છે. ૧૫ ઓગષ્ટને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે પ્રવાસન મંત્રી ગણપતભાઇ વસાવા વિજાપુર ખાતે ઉપસ્થિત રહી રીલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં,રેલ્વે ક્રોસીંગની બાજુવાળા મેદાનમાં, હિંમતનગર મહેસાણા હાઇવે રોડ વિજાપુર ખાતે ધ્વજ વંદન કરાવનાર છે. રાષ્ટ્રીય પર્વના કાર્યક્રમમાં ધ્વજવંદન, સલામી, પરેડ નિરીક્ષણ, મંત્રીનું ઉદબોધન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ચેક, ઇનામ વિતરણ, સન્માન પત્ર, પ્રમાણપત્ર, રાષ્ટ્રગીત સહિત વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાશે.

મહેસાણા: વિજાપુરમાં જિલ્લા કક્ષાના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે

રાષ્ટ્રીય પર્વની ગરીમા જળવાય તે હેતુથી વિજાપુર ખાતે જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને રીહર્સલ કરાયું હતું. જેમાં ધ્વજ વંદન, સલામી, પરેડ નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનું રીહર્સલ કરી જિલ્લા કલેકટરે જરૂરી સુચનો કર્યા હતા.

મહેસાણા: વિજાપુરમાં જિલ્લા કક્ષાના 73મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે

રીહર્સલમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લા પોલીસ અધિક્ષક નિલેશ જાજડ઼ીયા, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાન્ત અધિકારી વિસનગર સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિજાપુર ખાતે યોજાનાર રાષ્ટ્રીય પર્વમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહીવટીતંત્રએ આમંત્રણ પાઠવેલ છે.