મહેસાણા: લુંટના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થતા ચકચાર

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખુદ પોલીસ પર હુમલાના બનાવો સામે આવી રહયા છે. ગુરૂવારે લુંટના ગુનાના આરોપીઓને પકડવા ગામમાં ગયેલી મહેસાણા જીલ્લાની પોલીસ પર હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે. મહેસાણાના જીલ્લાના પોલીસ કર્મચારીઓ ફરજ દરમ્યાન હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યુ છે. લુંટના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ ઉપર લાંઘણજ ગામે ઇસમોએ
 
મહેસાણા: લુંટના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થતા ચકચાર

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખુદ પોલીસ પર હુમલાના બનાવો સામે આવી રહયા છે. ગુરૂવારે લુંટના ગુનાના આરોપીઓને પકડવા ગામમાં ગયેલી મહેસાણા જીલ્લાની પોલીસ પર હુમલો કરાતા ખળભળાટ મચી ગયો છે.

મહેસાણાના જીલ્લાના પોલીસ કર્મચારીઓ ફરજ દરમ્યાન હુમલાનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યુ છે. લુંટના આરોપીઓને પકડવા ગયેલી પોલીસ ઉપર લાંઘણજ ગામે ઇસમોએ હુમલો કરતા ચકચાર મચી ગઇ છે. લુંટની ઘટના બાદ તપાસમાં ગયેલી પોલીસ ઉપર અચાનક લાંઘણજમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇ સમગ્ર જીલ્લા પોલીસ આલમમાં ખળભળાટ મચી ગયો છે. જોકે સમગ્ર ઘટનામાં હુમલાખોર પૈકીના ૧૫ જેટલા ઇસમોની અટકાયત કરવામાં આવી છે.