આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા 

મહેસાણા શહેરના કમળાબા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ પણે જણાવ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટે શિક્ષકો ભવિષ્યની નવી પેઢીના તાત છે.શિક્ષણ થકી સમાજ અને રાષ્ટ્રનું ઘડતર થાય છે તેમ જણાવી નાયબ મુખ્યમત્રીએ શિક્ષક દિવસની ઉજવણી પ્રસંગે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે શિક્ષકો થકી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે.વિધા થકી સંસ્કાર અને શિક્ષણ પ્રાપ્ત થાય છે,વિધાર્થીઓના માતા પિતાને સૌથી વધુ વિશ્વાસ શિક્ષકો પર હોય છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે સમાજ જીવનમાં શિક્ષકોનું સ્થાન ઉચ્ચ દરજ્જાનું છે. શિક્ષક શ્રધ્ધા અને વિશ્વાસના પ્રતિક સાથે  સુસંસ્કૃત સમાજનું નિર્માણ કરે છે.

મહેસાણા જિલ્લામાં કમળાબા હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહમાં જિલ્લાના ૦૪ અને તાલુકાના ૦૮ શિક્ષકોનું સન્માન નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરાયું હતું.આ ઉપરાંત જિલ્લા પંચાયતના સ્વભંડોળ થકી જિલ્લાના ૨૮ શિક્ષકોને નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માનીત કરાયા હતા.જિલ્લાના પ્રતિભાશાળી વિધાર્થીઓનું સન્માન કરાયું હતું.

મહેસાણા જિલ્લાના ૦૩ શ્રેષ્ઠ શિક્ષકોને રાજ્ય પારિતોષિક એવોર્ડથી સન્માનીત કરાયા છે.મહેસાણા જિલ્લામાં ધોરણ ૦૬ ગણિત,વિજ્ઞાન અને ગુજરાતીમાં શ્રેષ્ઠ વિધાર્થીની તરીકે ધોરણ ૦૬ કામલપુર પ્રાથમિક શાળા તાલુકો વિસનગરની વિધાર્થીની હીનાબેન ઠાકોરને આજે રાજ્યપાલના હસ્તે સન્માન કરવામાં આવનાર છે. મહેસાણા જિલ્લામાં ૩૦૭૮૩ વિધાર્થીઓને બેઝ અને પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા છે.૭૫ ટકાથી વધુ ગુણ લાવનાર જિલ્લાના ૨૧૧૨ વિધાર્થીઓ સાથે રાજ્યમાં જિલ્લાએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.

મહેસાણા જિલ્લામાં ૧૬૪૭ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ આવેલી છે.જિલ્લામાં ૧,૨૩,૬૪૪ પ્રાથમિક શાળાના અને ૪૨૯૩૦ માધ્યમિક શાળાના વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં ૧૦૩૧૨ પ્રાથમિક શાળાના અને ૩૧૭૭ માધ્યમિક શાળાના શિક્ષકો કાર્યરત છે. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ કુપોષણ નાબુદીના શપથ લીધા હતા.જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પામેલ મોટાભાગના શિક્ષક મિત્રોએ તેમને મળેલ એવોર્ડની રકમ  શિક્ષણના દાનમાં આપી દીધી હતી.

શિક્ષક સન્માન સમારોહ કાર્યક્રમમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ,ધારાસભ્ય સર્વે રમણભાઇ પટેલ, ડો.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી, ભરતસિંહ ઠાકોર, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન હસમુખભાઇ પટેલ, જિલ્લા કલેકટર એચ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય,દક્ષિણી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સ્મિતાબેન પટેલ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યમાં શિક્ષકમિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code