આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લાના લીંચ ગામે સાંસદ જયશ્રીબહેન પટેલની અધ્યક્ષતામાં લાભાર્થીઓને કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં આયુષ્યમાન ભારત યોજના,મા અમૃતમ કાર્ડ,મા વાત્સલય કાર્ડ સહિત ઉજ્જવલા યોજનામાં ગેસ જોડાણ, આરોગ્ય નિદાન કેમ્પ અને કિસાન સન્માન નિઘિ યોજનાની માહિતી આપવામાં આવી હતી.

પંચ કલ્યાણી યોજનાના વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ જયશ્રી બહેન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ થકી છેવાડાના માનવીનો વિકાસ થયો છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મહિલાઓની વિશેષ ચિંતા કરે છે. ઉજ્જવલા યોજના થકી ગેસના જોડાણ મળી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા મા વાત્સલય કાર્ડ યોજનામાં સુધારો કરી ૦૪ લાખ સુધીની આવક મર્યાદા અને ૦૫ લાખ સુધીની સારવાર આપવાની છે. જિલ્લામાં ૧.૫૦ લાખ આયુષ્યમાન ભારત કાર્ડ આપી લોકોના આરોગ્યની વિશેષ ચિંતા કરી છે. જિલ્લામાં ૭૫ સરકારી અને ૪૮ ખાનગી દવાખાનામાં આયુષ્યમાન ભારત યોજનામાં ૬૬૫ દર્દીઓને રૂ.૮૧ લાખની સહાય અપાઇ છે.

સાંસદએ ઉમેર્યું હતું કે લીંચ ગામે રૂ.૨૨ લાખના ખર્ચે નવીન પંચાયત ભવનનું નિર્માણ થનાર છે. આગામી સમયમાં સરકારની ગામડું, ગરીબ ,ખેડુત અને મહિલાઓનો વિકાસ પ્રાથમિકતા રહેશે. જિલ્લામાં ઉજ્જવલા યોજનામાં ૦૧ લાખ ગેસ જોડાણ અપાયા છે. જિલ્લામાં મરતોલી અને કલ્યાણપુરા ગામ સ્મોક ફ્રી ગામ બન્યુ છે.૨૦૨૦ સુધીમાં ૦૮ કરોડ ગેસ જોડાણ આપવાનો સરકાર દ્વારા નિર્ધાર કરાયો છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થીઓને કાર્ડ અને ગેસ જોડાણ આપવામાં આવ્યા હતા. આરોગ્ય નિદાન કેમ્પમાં જરૂરતમંદ દર્દીઓની આરોગ્યની ચકાસણી કરાઇ હતી. કાર્યક્રમમાં જિલ્લા પુરવઠા અધિકારી એન.આર.શર્મા, જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુંભાઇ પટેલ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, લીંચ ગામના સરપંચ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code