મહેસાણા: 5200 કરોડનો વહીવટ લેવા વિશ્વાસ-વિકાસ વચ્ચે “પરિવર્તનનો” દાવ

અટલ સમાચાર, મહેસાણા આજે મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ અનેક દિગ્ગજોને ઉત્તેજિત કરી રહ્યો છે. ભાજપી વિચારધારાની બે પેનલ વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિની પેનલ પંચર પાડવા મથી રહી છે.સરેરાશ 5200 કરોડનો વહીવટ કબ્જે કરવા વિકાસ, વિશ્વાસ અને પરિવર્તન પેનલના પાટીદારો આજે છેલ્લી ઘડીએ પણ દોડધામમાં હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતમાં સૌથી
 
મહેસાણા: 5200 કરોડનો વહીવટ લેવા વિશ્વાસ-વિકાસ વચ્ચે “પરિવર્તનનો” દાવ

અટલ સમાચાર, મહેસાણા

આજે મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ અનેક દિગ્ગજોને ઉત્તેજિત કરી રહ્યો છે. ભાજપી વિચારધારાની બે પેનલ વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિની પેનલ પંચર પાડવા મથી રહી છે.સરેરાશ 5200 કરોડનો વહીવટ કબ્જે કરવા વિકાસ, વિશ્વાસ અને પરિવર્તન પેનલના પાટીદારો આજે છેલ્લી ઘડીએ પણ દોડધામમાં હોવાનું સામે આવ્યું છે.

મહેસાણા: 5200 કરોડનો વહીવટ લેવા વિશ્વાસ-વિકાસ વચ્ચે “પરિવર્તનનો” દાવ

ઉત્તર ગુજરાતમાં સૌથી મોટી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક માટે આજે મહત્વનો દિવસ છે. સરેરાશ 70,000 સભાસદો આજની ચુંટણીના ભાગીદાર બની ત્રણ પેનલ માટે ટર્નિગ પોઇન્ટ સાબિત થશે.

મહેસાણા: 5200 કરોડનો વહીવટ લેવા વિશ્વાસ-વિકાસ વચ્ચે “પરિવર્તનનો” દાવ

સૌથીમહત્વની વાત એ સામે આવી છે કે, વર્ષોથી બેંક ઉપર દબદબો ધરાવતાં ભાજપી ડિરેક્ટરો સામે ભાજપની જ વિચારધારા ધરાવતા પાટીદાર મેદાનમાં છે. આથી ચુંટણી અત્યંત રસાકસીભરી બનતાં દાવપેચ ચરમસીમાએ પહોંચી શકે છે.

મહેસાણા: 5200 કરોડનો વહીવટ લેવા વિશ્વાસ-વિકાસ વચ્ચે “પરિવર્તનનો” દાવ

સૂત્રોએ જણાવ્યું હતું કે, જી.કે પટેલ વિકાસ પેનલનુ નેતૃત્વ તો સામે ડી.એમ પટેલ વિશ્વાસ પેનલનુ નેતૃત્વ કરી રહ્યા છે. બંને આગેવાન ભાજપની નજીક છે. જોકે આ બંને પેનલ વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિના આગેવાન સુરેશ ઠાકરે પરિવર્તન પેનલ મારફત પંચર પાડવા રણમેદાનમાં ઉતર્યા છે. ઉલ્લેખનીય છે કે, વિકાસ પેનલ માટે આજે સત્તા કબ્જે કરવા સાથે અસ્તિત્વની લડાઈનો જંગ છે.

મહેસાણા: 5200 કરોડનો વહીવટ લેવા વિશ્વાસ-વિકાસ વચ્ચે “પરિવર્તનનો” દાવ