chori bjp samelan
File Photo
આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ખાતે રવિવારના સાંજના સમયે ભાજપના વિજય સંકલ્પ સંમેલન કાર્યક્રમ યોજાયો હતો. અહીં મુખ્યમંત્રી સહિત મોટી સંખ્યામાં હાજર ભાજપના ધારાસભ્યો, સાંસદસભ્ય સહિત કાર્યકર્તાઓની વચ્ચે ચોર પણ ઘુસી ગયો હતો. અને રોકડા રૂપિયા સહિત એટીએમ, પાન તેમજ આધારકાર્ડ લઈ ગાયબ થઈ ગયો હતો. આ વાત પંથકમાં ફેલાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગત રવિવારે મહેસાણાના ચાઇના ગાર્ડન ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં વિજય સંકલ્પ સંમેલનનો કાર્યક્રમ ચાલુ હતો. આ કાર્યક્રમમાં પાર્ટીના વિવિધ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મોટી હાજરી જણાઈ આવી હતી. જેમાં એક અજાણ્યો ચોર પણ ઘુસી આવ્યો હતો. જેણે સાંજના આશરે સાડા છ વાગ્યાના સુમારે કનૈયાલાલ હિરાલાલ પટેલ-વિસનગરવાળા કાર્યકર્તાઓ સાથે બહાર નીકળી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યો ચોર નજર ચૂકવી પર્સમાં રહેલ 26,000 રૂપિયા, એસબીઆઈનું એટીએમ, ઓરીઝનલ આધાર કાર્ડ, પાન કાર્ડ તથા ડ્રાઈવીંગ લાઈસન્સ જેવા અગત્યના ડોક્યમેન્ટ અને ઓળખપત્રો લઈ ફરાર થઈ ગયો હતો. જેથી આ અંગે મહેસાણા બીડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે ચોરને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code