મહેસાણાઃCID ક્રાઈમનો ઢોંગ રચી યુવક પાસે 10 લાખ માંગ્યા

અટલ સમાચાર, મહેસાણા રૂપિયા કમાવવાની પળોજણમાં ગુનાખોરી ધરાવતા તત્વો હદ વટાવી રહ્યા છે. મહેસાણા શહેરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની રાધનપુર ચોકડીના રોડ પર એક યુવકને બે યુવતિ સહિત પાંચ લોકોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી 10 લાખની માંગણી કરી હોવાની ઘટના બનવા પામી છે. ઘટનાની વિગત એવી છે કે, ભોગ બનનાર યુવક
 
મહેસાણાઃCID ક્રાઈમનો ઢોંગ રચી યુવક પાસે 10 લાખ માંગ્યા

અટલ સમાચાર, મહેસાણા

રૂપિયા કમાવવાની પળોજણમાં ગુનાખોરી ધરાવતા તત્વો હદ વટાવી રહ્યા છે. મહેસાણા શહેરમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની રાધનપુર ચોકડીના રોડ પર એક યુવકને બે યુવતિ સહિત પાંચ લોકોએ પૂર્વ આયોજીત કાવતરુ રચી 10 લાખની માંગણી કરી હોવાની ઘટના બનવા પામી છે.

ઘટનાની વિગત એવી છે કે, ભોગ બનનાર યુવક મુળ ચાણસ્માના અને વડોદરા ખાતે રહેતા મૌલીક નરેન્દ્રભાઈ રસીકલાલ વ્યાસે ફરિયાદ નોંધાવી છે. જે અનુસાર દ્રષ્ટી અને અન્ય એક યુવતિએ કાવતરા અનુસાર મૌલીકની ગાડીમાં બેસી મકાને ગયા હતા. આ દરમિયાન કાવતરામાં સામેલ અન્ય પાંચ લોકો ખાનગી કપડાંમાં આવી પોતે સીઆઈડી ક્રાઈમના માણસો છે તેવી ખોટી ઓળખ આપી ધમકાવતાં ખોટા ધંધા કરી રહ્યાનો આરોપ મુક્યો હતો.

ત્યારબાદ મૌલિક વ્યાસની ગાડીમાં રહેલા આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ તથા મોબાઈલ કિ.રૃ.20,000 બળજબરી પૂર્વક પડાવી લીધા હતા. અને આ બનાવટી સીઆઈડીના ઢોંગીઓએ બળાત્કારનો કેસ કરવાની ધમકી આપી હતી. જો ફરિયાદ ના કરવી હોય તો રૂ.10 લાખની માંગ કરી હતી. જે બાબતે મહેસાણા શહેર બીડીવીઝનમાં ગુનો નોંધાવા પામ્યો છે. જેની પોલીસ વધુ તપાસ કરી રહી છે.