મહેસાણા: મ્યૂનિસિપલ ગ્રાઉન્ડમાં 9 કરોડના ખર્ચે બનશે ક્રિકેટ સ્ટેડિયમ બનશે

અટલ સમાચાર,મહેસાણા ઉત્તર ગુજરાતને સરકારે શનિવારે બે મોટી ભેટ આપી છે. સરકારે ઉત્તર ગુજરાતના હદય સમાન મહેસાણાને ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજુરી આપી છે અને મહેસાણાના બિલાડી બાગ વિસ્તારમાં 7 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે, આ સ્વિમિંગ પૂલનો લાભ શહેરના નાગરિકો સસ્તા દરે લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાના મ્યૂનિસિપલ ગ્રાઉન્ડનો
 
મહેસાણા: મ્યૂનિસિપલ ગ્રાઉન્ડમાં 9 કરોડના ખર્ચે બનશે ક્રિકેટ સ્ટેડિયમ બનશે

અટલ સમાચાર,મહેસાણા

ઉત્તર ગુજરાતને સરકારે શનિવારે બે મોટી ભેટ આપી છે. સરકારે ઉત્તર ગુજરાતના હદય સમાન મહેસાણાને ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજુરી આપી છે અને મહેસાણાના બિલાડી બાગ વિસ્તારમાં 7 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પૂલ બનાવવામાં આવશે, આ સ્વિમિંગ પૂલનો લાભ શહેરના નાગરિકો સસ્તા દરે લઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

મહેસાણાના મ્યૂનિસિપલ ગ્રાઉન્ડનો વિકાસ કરીને ત્યાં એક અત્યાધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવશે. 9 કરોડના ખર્ચે તૈયાર થનારા આ ગ્રાઉન્ડમાં તમામ સુવિધા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અંગે જાહેરાતમાં જણાવવામાં આવ્યું કે સ્ટેડિયમ બનાવવા માટે 9 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં પાંચ કરોડ રૂપિયા રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી લેવામાં આવશે તથા બાકીના ચાર કરોડ રૂપિયા 14માં નાણાં પંચમાંથી લેવામાં આવશે.

આ અત્યાધુનિક સ્ટેડિયમની વાત કરીએ તો આ સ્ટેડિયમ મહેસાણામાં સ્થિત મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે બનાવવામાં આવશે. જેમાં ક્રિકેટ, હોકી, વોલીબોલ, ફૂટબોલ, બાસ્કેટ બોલ, હેન્ડ બોલ અને ટેનિસ કોર્ટ રમત રમાઇ શકે તે માટે બનાવવામાં આવશે. આ સિવાય ક્રિકેટ સ્ટેડિયમમાં સ્ટડ લાઇટો હશે,તથા 3 હજાર પ્રેક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. સ્ટેડિયમમાં રણજી કક્ષાની મેચ રમાઇ શકે તે પ્રકારે આંતરરાષ્ટ્રીય પ્રકારનું સ્ટેડિયમનું નિર્માણ કરવામાં આવશે. આ તમામ વસ્તુ 24 હજાર સ્કેવેર ફૂટ એરિયામાં તૈયાર કરવામાં આવશે.