મહેસાણાઃ મતદારોના ચુંટણીકાર્ડની સુધારણા યાદી સંપૂર્ણ રીતે ડીજીટલ બની

અટલ સમાચાર, મહેસાણા ભારતના ચૂંટણી પંચ દ્વારા ૦૧-૦૧-૨૦૨૦ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા Electorrs Verification કાર્યક્રમ આગામી તારીખ પહેલી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે.મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલ, સ્થળાંતરીત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દુર કરવા અને આ રીતે તમામ મતદારોની વસ્તી વિષયક વિગતો અને મતદારોના ફોટોની ચકાસણી તેમજ પ્રમાણીકરણ
 
મહેસાણાઃ મતદારોના ચુંટણીકાર્ડની સુધારણા યાદી સંપૂર્ણ રીતે ડીજીટલ બની

અટલ સમાચાર, મહેસાણા 

ભારતના ચૂંટણી પંચ દ્વારા ૦૧-૦૧-૨૦૨૦ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા Electorrs Verification કાર્યક્રમ આગામી તારીખ પહેલી સપ્ટેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે.મતદાર યાદીમાં મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલ, સ્થળાંતરીત મતદારોના નામ અને  મતદાર યાદીમાંથી દુર કરવા અને આ રીતે તમામ મતદારોની વસ્તી વિષયક વિગતો અને મતદારોના ફોટોની ચકાસણી તેમજ પ્રમાણીકરણ કરવા, મતદાર યાદી હેલ્થ પેરામીટર્સમાં સુધારો કરવા અંગેની ઝુંબેશ ચૂંટણી પંચ દ્વારા મતદાર ચકાસણી કાર્યક્રમ શરૂ થયો છે.

મતદારયાદી ચકાસણી કાર્યક્રમ અંતર્ગત મતદારોના ફોટોગ્રાફ્સ સહિતની વિગતો ખરાઇ તથા જો કોઈ સુધારા હોય તો નિર્દિષ્ટ કરવા અને મતદારોની વિગતો અધિકૃત કરવાની કાર્યવાહી થશે. મતદારના કુટુંબના સભ્યોની વિગતો મેળવી અને તેની વિગતોની ખરાઇ કરવામાં આવશે. સ્માર્ટ ફોનના ઉપયોગથી મતદારના  સંપર્કની વિગતો સંકલિત કરવામાં આવશે. પ્રવર્તમાન સંભવિત મતદાન મથકોની વિગતો સંકલિત કરવામાં આવશે. 

અધિકારીની કચેરીમાંથી કરી શકાશે. મતદાર યાદીના વિવિધ પાસાઓમાં સુધારો લાવવા મતદારોને સેવા, સુવિધા પૂરી પાડવામાં સુધારો થશે. વોટર હેલ્પલાઇન મોબાઈલ એપ્લિકેશન મારફત એન વીએસપી પોર્ટલ મારફતે સીએસસી ખાતે રૂબરૂ મુલાકાત લઈને ERO/ AEROની ઓફિસ ખાતેના મતદાર સુવિધા કેન્દ્ર 

મતદારોને સૂચન અંગે વેબ પોર્ટલ સહિત વિવિધ હેલ્પ સેન્ટર જારી કર્યા

૦૧ સપ્ટેમ્બરથી ૧૫ ઓક્ટોબર સુધી મતદાર ચકાસણી કાર્યક્રમમાં NVSP પોર્ટલ, મતદાર હેલ્પ લાઇન, વોટર હેલ્પ લાઇન મોબાઇલ એલ્પીકેશન અને મતદાર  VOTER FACILITATION CENTER ખાતે રૂબરૂ મુલાકાત લઈને PWD મતદારો માટે મતદાન હેલ્પલાઇન 1950 પર ફોન કરીને મતદાર સંક્ષિપ્ત સુધારણા  કાર્યક્રમ અંતર્ગત પ્રવૃત્તિઓ સમયમર્યાદામાં પૂર્ણ થશે.   

તંત્ર દ્વારા 15 દિવસ મતદારો માટે કઈ કામગીરી કરાશે

મતદાર યાદી સુધારણામાં આગામી ૦૧-૦૧-૨૦૨૦ના રોજ ૧૮ વર્ષ પૂર્ણ કરી લાયકાત ધરાવતા મતદારો આ મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરી શકશે. જે તેભાગમાંથી નામ કમી કરી નવી જગ્યાએ ઉમેરવાનું થતુ હશે તો તે નિયત ફોર્મ ભરી કાર્યવાહી કરી શકાશે ફોર્મ નંબર-૬, ૭, ૮ મેળવી ચૂંટણી મતદાર યાદી સંદર્ભે કામગીરી હાથ ધરવામાં આવશે. સ્થળાંતરીત એટલે અન્ય જગ્યાએથી જિલ્લામાં સ્થાઈ થયેલા પરિવારજનો પોતાનું નામાંકન કરાવી શકશે. 

મતદારોના સંપૂર્ણ સહયોગથી કામગીરી ઝડપી અને સરળ બનશેઃ પ્રદિપસિંહ રાઠોડ

નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે બ્લોક લેવલ ઓફિસર BLO જ્યારે મતદાર સુધારણા કાર્યક્રમ માટે જન સંપર્ક કરે ત્યારે લોકો સહકાર આપે એવી અપેક્ષા છે. આ અંગે જ્યારે બી.એલ.ઓ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવાની પ્રવૃત્તિઓ સંદર્ભે મતદારના ઘરે સંપર્ક કરવા જાય ત્યારે મતદારોની ફોટોગ્રાફ્સ સહિતની પ્રવર્તમાન લગતી ચકાસણી કરી લેવી. કોઈ સુધારો થશે તો તેનો નિર્દેશ કરી અને તે સુધારવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

મોબાઈલ એપ્લીકેશની મદદથી ડીજીટલ મતદાર યાદી

મતદાર પાસે 6 દસ્તાવેજો પૈકી કોઈ એક દસ્તાવેજ માંગે ત્યારે આપવાની વિનંતી કરતાં પથિક પટેલે જણાવ્યું કે મતદારે તેમની પાસે જો ભારતીય પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા આધારકાર્ડ રેશનકાર્ડ અથવા સરકારી અર્ધ સરકારી કર્મચારી તરીકે ઓળખ કાર્ડ બેન્ક પાસબુક ખેડૂતને ઓળખકાર્ડ કે કોઈ દસ્તાવેજ હોય તો મતદાર યાદી સુધારણા કાર્યક્રમ વેળાએ બીએલઓ BLOને રજુ કરવા, મતદાનના કુટુંબના સભ્યોની વિગતો ભરવી અને તેની વિગત ની ચકાસણી કરી લેવી મતદાર સાથે સંકળાયેલ કુટુંબના મતદાર હોય તેવા કાયમી સ્થળાંતરિત અથવા અવસાન પામેલ સભ્યોની વિગતો જણાવી,જેનો જન્મ ૦૧-૦૧-૨૦૦૧ના રોજ અથવા એ પહેલા થયેલ હોય તેવા વણનોંધાયેલ કુટુંબની સભ્યોની વિગતો જણાવી, અને ૦૨-૦૧-૨૦૦૨ થી ૦૧-૦૧-૨૦૦૩ દરમિયાન જન્મ થયો હોય તેવા ભવિષ્યના મતદારોની વિગતો જણાવવી.

તદાર યાદી સુધારણા કે ઉમેરવા માટે જરૂરી દસ્તાવેજ

મોબાઇલ એપ્લિકેશનના ઉપયોગ વડે મતદારના ઘરના GIS Coordinates અક્ષાંશ-રેખાંશ મેળવવાના થતા હોય આ અંગે બી.એલ.ઓ કાર્યવાહી હાથ ધરશે. પ્રવર્તમાન મતદાન મથક વિશે અને વૈકલ્પિક મતદાન મથક વિશે મતદારોનો અવલોકન મેળવવામાં આવશે. મતદારોના ઘરની મુલાકાત લઇ મતદારે પોતાના કુટુંબની સંખ્યા સભ્યોને આપેલી માહિતી સંપર્ક નંબર ચકાસણી કરી અધિકૃત થશે. મોબાઇલ એપ્લિકેશન વડે મતદારના ઘરના અક્ષાંશ-રેખાંશ મેળવી મતદાર નોંધણી માટે બાકી રહી ગયેલા લાયકાત ધરાવતા નાગરિકોની ચકાસણી ફોન નંબર ૬નું વિતરણ અને એકત્રિકરણ થશે. નુકશાન પામેલ ક્ષતિગ્રસ્ત અથવા ખોવાઈ ગયેલ મતદાર (મતદાર કાર્ડ) EPIC વિશે ચકાસણી અને વિગતો એકત્રિત કરવી અને ડુપ્લિકેટ EPIC કાર્ડ ઇસ્યુ કરવા માટે ફોમૅ નંબર-૧ એકત્ર કરવામાં આવશે. મતદાર ચકાસણી કાર્યક્રમ અંગે નાયબ ચૂંટણી અધિકારી પથિક પટેલે  વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી ૧લી સપ્ટેમ્બર ૨૦૧૯થી મહેસાણા  જિલ્લામાં ખાસ મતદાર ચકાસણી  કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવનાર પ્રવૃત્તિઓમાં મહેસાણા  જિલ્લાના મતદારો જે મતદાર યાદીમાં નામ નોંધાવા ઇચ્છુક છે તેવા નવા મતદારો અને ડિજિટલ આયોજન થવા જઈ રહેલી મતદારયાદી અંગે લોક જાગૃતિ કેળવાય તે દિશામાં સહકાર આપવા વિનંતી કરી હતી. કાર્યક્રમ લોન્ચીંગ પ્રસંગે  જિલ્લા પુરવઠા અધિકારી એન.આર.શર્મા સહિત જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.