આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા શહેરમાં વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુર્હુતના પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં આયોજન પ્રમાણે વિકાસ થઇ રહ્યો છે. શહેરોમાં વિવિધ સુવિધાઓ ઉપલ્બધ બનવાથી રોજગારીનું નિર્માણ થયું છે. મહેસાણા શહેરનો વિકાસ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે સરકારનો મંત્ર વિકાસનો મંત્ર છે. સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે સતત સુવિધાઓમાં વધારો થઇ રહ્યો છે. વિકાસ એટલે માત્ર સુવિધાઓ નહિ પરંતુ આરોગ્ય, શિક્ષણ સહિત સામાજિક અભિયાનોમાં લોકોનો સહયોગ જરૂરી છે. આગામી સમયમાં મહેસાણામાં ન ભુતો ન ભવિષ્યતિ કામ થવાનું છે. મહેસાણા જિલ્લો સ્વચ્છતાનો આગ્રહી બને તે માટે ખાસ અપીલ કરી હતી.

મહેસાણા શહેરમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા માર્ગ અને મકાન વિભાગના મહેસાણા-રાધનપુર રોડથી દેદીયાસણ જતા પાણીના વહેણ પર રૂ. 8000 લાખના ખર્ચે નિર્મિત બોક્સ ક્લવર્ટનું ખાતમુર્હુત, રૂ.2500 લાખના ખર્ચે ગોરાદ-ધીણોજ-મોટપ ખાતે 10 મીટર પહોળો કરવાની કામગીરીનું ખાતમુર્હુત અને રૂ.2846 લાખના ખર્ચે વાલમ, વડુ,ભાન્ડુ, ધીણોજ, મીઠા, મોટપ અને કડીના રસ્તાને 10 મીટર પહોળો કરવાના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતુ,,

નાયબ મુખ્યમંત્રી દ્વારા મ્યુનિસિપલ ગ્રાઉન્ડ ખાતે રૂ.23.3 કરોડના ખર્ચે ઓ.જી વિસ્તાર માટે ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક, રાઇઝીંગ પ્લાન, ટ્યુબવેલ, ઇ.એસ.આર તેમજ પમ્પીંગ મશીનરી ઇન્સ્ટોલેશન,રૂ.09.23 કરોડના ખર્ચે સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલોપ કરવાની કામગીરી, અને રૂ.04.94 કરોડના ખર્ચે મ્યુનિ હદ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટેની વરસાદી બોક્ષ ડ્રેઇન બનાવવાવી કામગીરીનું ખાતમુર્હુત કરાયું હતું.

કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત સન્માન વિવિધ સમાજ સંગઠનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાયબ મુખ્યમંત્રીનું બ્લડ બેન્કમાં રૂ. 42 લાખ અનુંદાન આપવાના પગલે સ્વાગત કરાયું હતું. આ અનુંદાન થકી રક્તના ઘટકોને વિસ્તુત કરી તેનો ઉપયોગ કરી શકાય છે. શહેરમાં 100 થી વધુ રક્તદાન કરનાર રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાસંદ જયશ્રીબહેન પટેલ, એ.પી.એમ.સી ચેરમેન ખોડાભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરીજનો, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.

29 Sep 2020, 8:23 AM (GMT)

COVID-19 Global Stats

33,560,272 Total Cases
1,006,541 Death Cases
24,882,698 Recovered Cases

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code