મહેસાણાઃ આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા ખાતે 16 નવેમ્બર 2019ના રોજ સાંજે 4-30 કલાકે વિમલ પાર્ટી પ્લોટ, મોઢેરા ચાર રસ્તા મહેસાણા ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ યોજાનાર છે. આગામી 3 થી 5 જાન્યુઆરી 2020ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ યોજાનાર છે. જે અંતર્ગત મહેસાણા ખાતે પ્રમોશન કાર્યક્રમ યોજાનાર છે. જેનો મુખ્ય હેતુ
 
મહેસાણાઃ આજે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા ખાતે 16 નવેમ્બર 2019ના રોજ સાંજે 4-30 કલાકે વિમલ પાર્ટી પ્લોટ, મોઢેરા ચાર રસ્તા મહેસાણા ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ પ્રમોશનલ કાર્યક્રમ યોજાનાર છે. આગામી 3 થી 5 જાન્યુઆરી 2020ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ યોજાનાર છે. જે અંતર્ગત મહેસાણા ખાતે પ્રમોશન કાર્યક્રમ યોજાનાર છે. જેનો મુખ્ય હેતુ એકબીજા સાથે નેટવર્કિગ દ્વારા વેપાર-ઉધોગમાં પરસ્પર ઉપયોગી થવું.

સમાજમાં નવા ઉધોગ સાહસિકો તૈયાર કરવામાં ઉપયોગી થવુ. શિક્ષિત અને દીક્ષિત યુવાનોને સન્માન સાથે રોજગારીની તકો પુરી પાડવામાં ઉપયોગી થવું સહિતના ઉદ્દેશો સાથે પ્રમોશનલ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના મણીભાઇ પટેલ, સહિત ટીમ સરદારધામ તેમજ સમગ્ર ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહેનાર છે.