મહેસાણા: માતાએ જ કરી 12 દિવસની બાળકીની હત્યા, પસ્તાવા બાદ ગુનો કબુલ્યો

અટલ સમાચાર,મહેસાણા મહેસાણાના કડીના લુહારકુઈ, ઉંડીફળીમાં એક માતાએ જ પોતાની 12 દિવસની ફૂલ જેવી બાળકીની હત્યા નિપજાવી છે. આ મામલે માતા સામે મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરાવી છે. વધુ વિગત પ્રમાણે કડીના લુહારકુઈ, ઉંડીફળીની મનીષા ખાનચંદાણી નામની મહિલાએ પોતાની 12 દીવસની દીકરીની હત્યા નિપજાવી છે. મનીષા વર્ષ 2015માં પ્રેમ લગ્ન થયા હતા. જન્મ બાદ દીકરીને
 
મહેસાણા: માતાએ જ કરી 12 દિવસની બાળકીની હત્યા, પસ્તાવા બાદ ગુનો કબુલ્યો

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણાના કડીના લુહારકુઈ, ઉંડીફળીમાં એક માતાએ જ પોતાની 12 દિવસની ફૂલ જેવી બાળકીની હત્યા નિપજાવી છે. આ મામલે માતા સામે મહિલાના પતિએ ફરિયાદ દાખલ કરાવી છે.

વધુ વિગત પ્રમાણે કડીના લુહારકુઈ, ઉંડીફળીની મનીષા ખાનચંદાણી નામની મહિલાએ પોતાની 12 દીવસની દીકરીની હત્યા નિપજાવી છે. મનીષા વર્ષ 2015માં પ્રેમ લગ્ન થયા હતા. જન્મ બાદ દીકરીને પીળીયો થઈ જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેને પોતાની દીકરી હત્યા 10મી મેના રોજ કરી હતી. જોકે, 12મી તારીખે માતાને પસ્તાવો થતાં તેને પોતાનો ગૂનો કબૂલી લીધો હતો.

૧૦ તારીખે મહિલાનો પતિ સવારે દૂધ લેવા ગયો ત્યારે મહિલાએ તેની દીકરીને પાણીની ટાકીમાં નાખી દીધી હતી. બાળકીનો મૃતદેહ બાદમાં પાણીની ટાકીમાંથી મળી આવ્યો હતો. બાદમાં માતાને પસ્તાવો થતાં બે દિવસ બાદ પોતે જ બાળકીને પાણીની ટાકીમાં નાખીને ઉપરથી ઢાંકણું બંધ કરી દીધાનું કબૂલ કર્યું હતું. આ મામલે કડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મનીષા તેના પતિ સાથે ભાડાના મકાનમાં રહે છે, તેનો પતિ રેડીમેડ કાપડનો બિઝનેસ કરે છે. પત્નીને ગુનો કબૂલ કર્યા બાદ તેના પતિએ આ અંગે ફરિયાદ આપી હતી.