મહેસાણાઃ ટુવ્હીલર, ફોરવ્હીલ વાહનોના વેચાણ માટે શરતોનો આદેશ અપાયો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદારોએ ટુવ્હીલર કે ફોરવ્હીલ વાહનોના વેચાણ માટે શરતોનું પાલન કરવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ આપ્યો છે. જેમાં વાહન ખરીદનારાઓને અવશ્ય બીલ આપવું અને સ્થળપ્રત પોતાનીપાસે રાખવી. ખરીદનારનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર, ધારાસભ્ય, સંસદસભ્ય કે કોઇ પણ ખાતા તરફથી મેળવેલ ઓળખપત્ર અન્ય પ્રમાણપત્રમાંથી કોઇ
 
મહેસાણાઃ ટુવ્હીલર, ફોરવ્હીલ વાહનોના વેચાણ માટે શરતોનો આદેશ અપાયો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં દુકાન ધરાવતા દુકાનદારોએ ટુવ્હીલર કે ફોરવ્હીલ વાહનોના વેચાણ માટે શરતોનું પાલન કરવાનો આદેશ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ આપ્યો છે. જેમાં વાહન ખરીદનારાઓને અવશ્ય બીલ આપવું અને સ્થળપ્રત પોતાનીપાસે રાખવી. ખરીદનારનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર, ધારાસભ્ય, સંસદસભ્ય કે કોઇ પણ ખાતા તરફથી મેળવેલ ઓળખપત્ર અન્ય પ્રમાણપત્રમાંથી કોઇ પણ એક પુરાવો ઓળખ માટે વેચાણકર્તાએ રાખવાનો રહેશે. બીલમાં ખરીદનારનું નામ, સરમાનું, સંપર્ક નંબર લખવાનો રહેશે, આ ઉપરાંત વેચાણ બીલમાં સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલના વાહનનો ફ્રેમ નંબર, ચેસીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવાનો રહેશે, આ અંગેનું રેકર્ડ પોલીસ અધિકારી માંગે ત્યારે બતાવવાનું રહેશે.

વાહન વેચાણ કર્તા જ્યારે જુનું વાહન ખરીદે કે વેચે ત્યારે ગ્રાહકનું સરનામું, ઓળખકાર્ડની નકલ અને મોબાઇલ નંબરની વિગત મેળવી લેવાની રહેશે. આ હુકમનો અમલ ૦૨ મે ૨૦૧૯ સુધી રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર ગણાશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હર્ષદ વોરાએ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.