dilipsinh notice
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સામાન્ય વેપારીઓના દબાણો તોડી મર્દાનગી બતાવતી પાલિકા મોટા મગરમચ્છો સામે નતમસ્તક

મહેસાણાના માલગોડાઉન રોડ પર ઉન્નતિ શોપિંગ કોમ્પલેક્ષનું છેલ્લા કેટલાક વર્ષથી દબાણ હોવાની રજૂઆત થઇ હતી. જે મામલે મહેસાણા નગરપાલિકા વર્ષો વિતવા છતાં કડક પગલાં ભરતી નથી. શોપિંગ માલિકને છાવરી રહી હોય તેમ માલીકે બીજો માળ ઉભો કરી દીધો છે. અરજદારે દબાણ કરી બેઠેલ શોપિંગ સેન્ટર મામલે મહેસાણા પાલિકાને 2016થી લઈ આજદિન સુધી ઢંઢોળી રહ્યા છે. રજૂઆતને વર્ષો વિતવા છતાં પાલિકાએ દબાણ હટાવવા કોઈ કાર્યવાહી ન કરી નથી.

dilipsinh notice3
2016માં પાલિકાને કરેલી લેખીત રજૂઆતની સાબુતી

મહેસાણા શહેરની માલગોડાઉન રોડ પરની સોસાયટીમાં રહેતા દિલીપસિંહ જાડેજાએ દબાણને લઇ પાલિકાને રજૂઆત કરી હતી. અરજદારે માલગોડાઉન રોડ પરના ઉન્નતિ શોપિંગ સેન્ટર દ્વારા દબાણ હોવાની રજૂઆત વર્ષ 2016માં પાલિકાને કરી હતી. જોકે, છેલ્લા ત્રણ વર્ષથી દબાણને લઇ પાલિકાએ કોઇ નકકર પગલા લીધા ન હોવાથી નારાજગી ઉભી થઇ છે. સમગ્ર મામલે મહેસાણા પાલિકાએ શોપિંગ સેન્ટરને નોટીસ ફટકારવા પુરતી કામગીરી કરી આધાર-પુરાવા મંગાવ્યા હતા. અહીં સવાલ એ ઉભો થાય છે કે, શહેરની સામાન્ય પ્રજા અને વેપારીઓના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેતું તંત્ર બિલ્ડરો સામે વર્ષો સુધી કડક પગલાં લેતી નથી. આમ કરી અન્ય દબાણકર્તાઓને પણ ફાવતું મેદાન મળી રહ્યું છે. અને શહેરમાં દબાણોની સમસ્યાનો નિકાલ આવતો નથી તેવું મહેસાણાની જનતાને લાગી રહ્યું છે.

શોપિંગ સેન્ટર કેમ ગેરકાયદેસર?

notice dilipsinh1
માલગોડાઉન રોડ ઉપર આવેલ ઉન્નતિ શોપિંગ સેન્ટરની તસ્વીર

અરજકર્તાએ પાલિકાને અરજીમાં જણાવ્યું છે કે, રસ્તાની જગ્યામાં દુકાન બનાવી દઈ પાર્કિંગની જગ્યા રાખી નથી. વર્ષો અગાઉ બાંધકામની પરમિશનને રિન્યુ કર્યા વિના જ બાંધકામ કરી દેવામાં આવ્યું છે. આ મામલે અરજદારની અરજી બાદ પાલિકાએ નોટીસો પાઠવી આધાર-પુરાવા રજૂ કરવા જણાવ્યા છતાં હજુ સુધી પુરા પડાયા ન હોવાનું જાણવા મળ્યું છે. આ ઉન્નતિ શોપિંગ સેન્ટરના બાંધકામ અંગેનું કોઈ રેકર્ડ પાલિકા પાસે નથી. આમ કરી શોપિંગ સેન્ટરના માલિક ગેરકાયદેસર બાંધકામ કરી પાલિકા અને શહેરી જનતાને છેતરી રહ્યો છે.

આસપાસની સોસાયટીના રહીશો, વેપારીઓ અને વિદ્યાર્થીઓ ભારે પરેશાન

add bjp
જાહેરાત

તાજેતરમાં જ કૃષ્ણના ઢાળમાં રોજની કમાણી કરી ગુજરાન ચલાવતા નાના વેપારીઓના ઓટલા તોડી કામગીરીનો દેખાવ કર્યો હતો. પરંતુ ગેરકાયદેસર ખડકી દેવાયેલ ઉન્નતી શોપિંગ સેન્ટરના બાંધકામને લઈ આસપાસની ચંદ્રકોલોની વિભાગ-1 અને 2, મધુરમ, તેજસ્વી નગર, સૂર્યનગર, શ્રધ્ધાદીપ સોસાયટીઓના રહીશોને ભારે તકલીફો પડી રહી છે. ઉપરાંત શોપિંગ સેન્ટરની નજીકમાં જ આવેલી નાલંદા બોયઝ અને નાલંદા ગર્લ્સ સ્કૂલના વિદ્યાર્થીઓને તકલીફો પડી રહી છે. સાથે-સાથે રોજ-બરોજ વેપાર-ધંધાર્થે આવતા વેપારીઓ અને ગ્રાહકો માલગોડાઉન રોડ પર ખડકાતા ટ્રાફીકથી ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ખેર! પાલિકાના સત્તાધીશોએ જો શોપિંગ સેન્ટર ગેરકાયદેસર હોય તો ઝડપથી નિરાકરણ લાવી હજારો લોકોની પરેશાની દૂર કરવા પ્રયાસો હાથ ધરવા જોઈએ.

ત્રણ વર્ષથી પાલિકાના ટેબલ ઉપર ન્યાય માટે તરસી રહેલ અરજી

notice dilipsinh
2016 થી 2019માં પણ પાલિકા ભરોષે અરજીઓનો દોર ચાલુ હોવાનો પુરાવો

ગેરકાયદેસર ઉન્નતિ શોપિંગ સેન્ટર માટે 7 જૂન 2016ના અરજી કરી પાલિકાને જાણ કરવામાં આવી હતી. ત્રણ વર્ષ વિત્યા છતાં અરજીનો નિકાલ આજદિન સુધી યેનકેન પ્રકારે કરવામાં આવ્યો નથી. જેથી પાલિકાના ટેબલ ઉપર 3 વર્ષથી પીસાઈ રહેલ અરજી અને અરજકર્તા બન્ને ન્યાય ઝંખી રહ્યા છે.

પુરાવા આપવા અરજદાર તૈયાર તો તંત્ર કેમ ઉદાસીન

આ અંગે અરજદાર દિલીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ઉન્નતી શોપિંગ સેન્ટર ગેરકાયદેસર હોવા બાબતે પાલિકાને અરજી આપી છે. પરંતુ પાલિકા આ અંગે કેમ વિલંબ કરી રહી છે તે સમજાતું નથી. જો પાલિકાને આ અંગેના પુરાવાઓ જોઈતા હોય તો હું આપવા તૈયાર છું.

અરજદારને પાલિકા ઉપર ભરોષો ઉઠી જતાં સોશ્યલ મિડીયાના સહારે

dilipsinh notice2

મહેસાણા નગરપાલિકાની ઉન્નતી શોપીંગ સેન્ટર સામે ઢીલું વલણ અપનાવી રહી હોવાનું લાગી રહ્યું છે. આથી દિલીપસિંહ જાડેજાએ ન્યાય મેળવવા નવો જ રસ્તો અપનાવી લીધો છે. સોશ્યલ મિડીયા મારફતે તેઓ રોજ-બરોજ આ અંગેની પોસ્ટ મુકી રહ્યા છે. અને પાલિકા તેમજ ઉન્નતી શોપિંગ સેન્ટરના માલિક સામે રીતસરની બાંયો ચડાવી લીધી છે. અનેક લોકો પાલિકા સામે કોમેન્ટ અને લાઈક કરી રોષ વ્યક્ત કરી રહ્યા છે. આમ, અરજદારને મહેસાણા પાલિકા પાસે ન્યાય ન મળતા સોશ્યલ મિડીયાનો સહારો લીધો છે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code