આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

તાજેતરમાં સમગ્ર દેશમાં કોરોનાવાયરસ સંક્રમણને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને નિવારવા સરકારએ રાજ્યમાં લોકડાઉન જાહેર કરેલ છે તેવા સંજોગોમાં જિલ્લામાં લોકોને સીલબંધ પેકેજમાં વેચાણ કરવામાં આવતી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ જે તે પેકેજો ઉપર છાપેલ મહત્તમ છૂટક વેચાણ કિંમત મુજબ જ મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આવા સંજોગોનો ફાયદો ઉઠાવી છાપેલી કિંમત કરતાં વધારે ભાવ વેપારીઓ દ્વારા વસૂલ કરવામાં ન આવે તે માટે સમગ્ર જિલ્લામાં જિલ્લા તોલમાપ કચેરી દ્વારા જુદા-જુદા સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરી સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે. આ ઉપરાંત ભારત સરકારના જાહેરનામામાંથી માસ્ક અને સેનિટાઈઝરને પણ આવશ્યક ચીજવસ્તુઓ ધારા હેઠળ સમાવેશ કરેલ હોવાથી આ અંગે પણ સમગ્ર જિલ્લામાં માસ્ક અને સેનેટાઈઝરમાં આ અંગે સઘન ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.

જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ.રાઠોડ અને તેમની ટીમ દ્વારા સમગ્ર જિલ્લામાં મહેસાણા શહેર અને તાલુકા કડી, વિસનગર, વિજાપુર, કુકરવાડા, ખેરાલુ, વડનગર, ઊંઝા, સિધ્ધપુર, પાટણ, સમી, હારીજ, ચાણસ્મા વગેરે સ્થળોએ સધન ચેકીંગ હાથ ધર્યું છે. લોકડાઉન ખોલવાના સમયે સવારે ૦૭:૩૦ થી ૧૧:૦૦ સમય દરમિયાન ઉપરોક્ત સ્થળોએ પહોંચી જઈ પોતે જ ગ્રાહકો બની જીવનજરૂરિયાતની ચીજવસ્તુ જેવીકે દૂધ, છાશ, ખાદ્યતેલના પેકિંગની ખરીદી કરી વેપારીઓ દ્વારા પેકીંગ ઉપર છાપેલી કિંમત કરતાં વધારે ભાવ વસુલ કરવામાં આવે છે કે કેમ ? તે અંગે ઘી લીગલ મેટ્રોલોજી એક્ટ ૨૦૦૯ના કાયદા/નિયમોની જોગવાઈઓ અંગે ખાસ તપાસ હાથ ધરવામાં આવે છે.

તપાસ દરમિયાન સમગ્ર જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં દૂધ અને છાશના પેકેજ ઉપર છાપેલી કિંમત કરતાં વધારે ભાવ લેતા કુલ ૬૦ વેપારી એકમો સામે કાયદા/નિયમોની જોગવાઇઓનો ભંગ સબબ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ ઉપરાંત વિસનગર ખાતે પાન/મસાલા/ગુટકાના વેચાણ કરતા એક વેપારી સામે પણ છપાયેલ કિંમત કરતાં વધારે ભાવ વસૂલવા બાબત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

સમગ્ર જિલ્લામાં પેકેજ ઉપર છાપેલી કિંમત કરતા વધારે ભાવ વસૂલ કરતા કુલ ૬૪ વેપારી એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ તેમજ રૂપિયા ૧,૨૮,૦૦૦નો દંડ વસુલ કરવામાં આવેલ છે. આ સિવાય પણ કલેક્ટરની સીધી સૂચના અન્વયે જિલ્લામાં વ્યાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પરથી લોકડાઉન દરમિયાન લોકોને કરવામાં આવેલ અનાજ વિતરણ દરમિયાન પણ લોકોને નિયત કરેલ પૂરો અનાજનો જથ્થો આપવામાં આવે છે કે કેમ ? તે અંગેની પણ ઘનિષ્ઠ તપાસ કરાઇ રહી છે.

તોલમાપ કચેરી દ્વારા હાથ ધરી વિજાપુર અને વડનગર તાલુકાના સસ્તા અનાજના બે દુકાનદારોને ત્યાં વજનમાપ સાધનો નિયત સમયમર્યાદામાં વેરિફિકેશન કરાવ્યા સિવાય ધંધાના સ્થળે ઉપયોગમાં લેવા બાબત તથા વેરીફીકેશન સર્ટીફિકેટ તપાસવા સમયે રજૂ ન કરવા બાબત ઉપરોક્ત બે સસ્તા અનાજના દુકાનદારો સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code