Thakor Sena Kadi
આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર,કડી

કડી તાલુકા ઠાકોર સેના દ્વારા દર વર્ષે ઠાકોર સમાજના સમુહલગ્ન સમાજના દાતાઓના સહયોગથી કરવામાં આવે છે. તેમ આ વર્ષે પણ કડી ઠાકોર સેના અને બેચરાજીના યુવા ધારાસભ્ય ભરતજી ઠાકોરની આગેવાનીમાં આગામી 28-4-2019ના દિવસે રાખડીયા(ફતેપુરા) મુકામે ત્રીજા સમુહલગ્ન યોજાશે.

ઠાકોરસેના દ્વારા લગ્ન નોંધણીની છેલ્લી તારીખ 15-4-2019 રાખવામાં આવી છે. ઠાકોરસેનાના કાર્યકરોએ અખબારી યાદીમાં જણાવ્યુ હતુ કે, લગ્નમાં ભાગ લેવા ઇચ્છતા યુવક-યુવતિઓ પોતાના બે ફોટા,જન્મના પ્રમાણપત્રની નકલ સાથે કડી ઠાકોરસેનાના કાર્યાલય ખાતે સંપર્ક કરી શકે છે.

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code