આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘ દ્વારા લોકડાઉનની શરૂઆતથી લોકોની જરૂરીયાતો સેવાઓ અને કાયદોની કડક અમલવારી થાય તે માટે અનેક નવીન પહેલો કરી છે. પાટણ જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને કોમ્યનિટી કિચનની પહેલને નિતી આયોગે દેશમાં અપનાવવા ભલામણ કરી છે તેમ જણાવ્યું હતું. નિતી આયોગ દ્વારા ૦૮ એપ્રિલના પત્રથી કોમ્યુનિટી કિચનની ભલામણ કરાઇ હતી. મહેસાણા જિલ્લામાં જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં કોમ્યુનિટી કિચનની શરૂઆત કરાઇ હતી. મહેસાણા જિલ્લામાં સૌ પ્રથમ જિલ્લા પોલીસ અધિક્ષક મનિષ સિંઘની પ્રેરણાથી કોમ્યુનિટી કિચનની શરૂઆત કરવામાં આવી હતી. જેથી કોમ્યુનિટી કિચનની વ્યવસ્થાને દેશભરમાં અપનાવવામાં આવશે જે આપણા માટે આનંદની વાત છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

કોરોના વાયરસ મહામારીને નાથવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૨૫ માર્ચથી ૧૭ મે સુધી લોકડાઉન જાહેર કરાયું છે. આ દિવસોમાં ભુખ્યાને ભોજન મળી રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષકે કોમ્યનિટી કિચનની નવીન પહેલ કરી છે. જેમાં મહેસાણા પોલીસ પરીવારની બહેનો દ્વારા અન્નપુર્ણા બની જિલ્લામાં કોમ્યુનિટી કીચન એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી જિલ્લા પોલીસ અધિકક્ષકની પ્રેરણાથી શરૂ કરવામાં આવેલ હતું.

પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં પોલીસ હેડકવાર્ટર ની બહેનોએ શ્રમિકો, જરૂરિયાતમંદો માટે કોમ્યુનિટી કિચન શરૂ કર્યું છે. જેમાં રોજેરોજ ૧૫૦૦ થી ૨૦૦૦ જેટલા ફૂડપેકેટસ હેડક્વાર્ટરની બહેનો દ્વારા જાતે બનાવીને તૈયાર કરવામાં આવે છે. જેમાં પુરી-શાક, રોટલી-શાક જેવો પૌષ્ટિક ખોરાક જરૂરીયાત મંદોને મળી રહે તે માટે અન્નદાન અભિયાન શરૂ કરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા લોકડાઉન જાહેર થયા બાદ ભોજન વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા, પોલીસ પરીજનોના સ્વાસ્થયની વ્યવસ્થા, કાયદાની કડક અમલવારી માટે આકાશી ડ્રોન કેમેરા, બાઇકોમાં પીએ સીસ્ટમ ,વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ APNR સીસ્ટમ, સીસીટીવી કેમેરા સર્વેલન્સ ,મહિલાઓની સુવિધા માટે શી-ટીમ,પોલીસ મિત્રનો નવતર પ્રયોગ સહિત અનેક નાવિન્ય પહેલો કરી સેવા ને કાયદાની કડક અમલવારી કરેલ છે.

મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘના માર્ગદર્શનથી મહેસાણમાં માસ્કની અછત સર્જાય નહિ તે માટે દિવસના ૧૫૦૦ જેટલા માસ્ક બનાવી લોકોને વિનામૂલ્યે આપવાની રાજ્યમાં સૌ પ્રથમ શરૂઆત કરાઇ છે. આ પ્રકારનો સેવાકિય રાજ્યમાં સો પ્રથમ પ્રયોગ મહેસાણા જિલ્લામાં કરાયો છે.

આમ મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક મનિષસિંઘના નાવીન્ય પ્રયોગો થકી જિલ્લો હમેશાં કાયદો અને સેવામાં અગ્રેસર રહ્યો છે. આવાજ એક પ્રયોગ કોમ્યુનિટી કિચનનો પ્રયોગ હવે સમગ્ર દેશ અપનાવશે જે આપણા માટે ખુબજ મહત્વનું ગણી શકાય.મહેસાણા જિલ્લામાં ભોજનની જરૂરીયાતવાળા દરેક લોકોને ભોજન મળી રહે છે. મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષકે શરૂ કરેલ કોમ્યુનિટી કિચનના આ મોડેલને દેશભરમાં લાગુ થઇ રહ્યું છે તે મહેસાણા માટે આનંદની વાત છે

આ સમાચારને શેર કરવા અહીં ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code