ખળભળાટ@મહેસાણા: આજે 21 પોઝીટીવ કેસ આવ્યા, ત્રણ આરોગ્ય કર્મચારી

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના વાયરસના 21 દર્દી સામે આવ્યા છે. ત્રણ આરોગ્ય કર્મચારી સાથે અધધધ.. કહી શકાય તેટલા પોઝીટીવ આવ્યા છે. ખેરાલુ, વડનગર અને ઊંઝા તાલુકામાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. મોટાભાગના બહારથી ચેપગ્રસ્ત બની આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહેસાણા જિલ્લાના વડનગર નજીક મોલીપુર ગામમાં કોરોના વાયરસના
 
ખળભળાટ@મહેસાણા: આજે 21 પોઝીટીવ કેસ આવ્યા, ત્રણ આરોગ્ય કર્મચારી

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં આજે એક જ દિવસમાં કોરોના વાયરસના 21 દર્દી સામે આવ્યા છે. ત્રણ આરોગ્ય કર્મચારી સાથે અધધધ.. કહી શકાય તેટલા પોઝીટીવ આવ્યા છે. ખેરાલુ, વડનગર અને ઊંઝા તાલુકામાં કોરોના વાયરસનો હાહાકાર મચી ગયો છે. મોટાભાગના બહારથી ચેપગ્રસ્ત બની આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.

ખળભળાટ@મહેસાણા: આજે 21 પોઝીટીવ કેસ આવ્યા, ત્રણ આરોગ્ય કર્મચારી

મહેસાણા જિલ્લાના વડનગર નજીક મોલીપુર ગામમાં કોરોના વાયરસના એકસાથે 9 કેસ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ સાથે આરોગ્ય કેન્દ્રના કુલ 3 કર્મચારીનો રિપોર્ટ પોઝીટીવ આવતાં વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઇ છે. રાજસ્થાન અને મુંબઈ સહિત અલગ-અલગ સ્થળેથી આવેલા વ્યક્તિઓને પણ કોરોના પોઝીટીવ આવ્યો છે. વડનગરના મોલીપુર, સતલાસણા તાલુકાના સતલાસણા, સુદાસણા અને ઉમરી, ઊંઝા તાલુકાના ઉનાવા, મહેસાણા તાલુકાના છઠીયારડા, ખેરાલુ, વિસનગર સહિતના કુલ 21 રહીશોને કોરોના પોઝીટીવ આવ્યો છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચાર વર્ષની બાળકી અને ત્રણ વર્ષના બાળકને કોરોના પોઝીટીવ આવતાં પરિવાર ફફડાટ વચ્ચે આવ્યો છે. આજના 21 પૈકી મોટાભાગના યુવાનો હોવાનું સામે આવ્યું છે. કુલ 21માંથી 17ને વડનગર મેડિકલ કોલેજ હોસ્પિટલ અને 4ને મહેસાણા સાઇ ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પત્રકાર, આરોગ્ય કર્મચારી અને વેપારી સહિતનાને કોરોના વાયરસ થયો હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર અને ખળભળાટ મચી ગયો છે.