આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી ખાતે ચૈત્રી પુનમે માં ત્રિપુરાસુંદરીના ચોથા પ્રાગટ્ય સ્વરૂપે બેચરાજી ખાતે માઇ ભક્તો દર્શનાર્થે આવે છે. ચૈત્રી માસ ભક્તિ માટે મહત્વનો માસ છે. તેમાં ચૈત્રી પુનમનું મહત્વ અનેરૂ વધી જાય છે. પ્રતિ વર્ષે યોજાતા ચૈત્રી પૂનમનો મેળો આ વર્ષે 17 થી 19 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. ચૈત્રી પુનમના મેળાનો પ્રારંભ જિલ્લા કલેકટર એચ.કે.પટેલ દ્વારા કરાવ્યો હતો.જે પ્રસંગે અધિકારીઓ અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

ચૈત્રી પુનમના મેળા માટે આવતા યાત્રિકોની સુવિધા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુખાકારી સગવડો કરવામાં આવી છે. ચૈત્રી પુનમના મેળાનું વિશેષ મહત્વ રહેલું છે. ચુંવાળ પંથકમાં મા બાલાસુંદરીના દર્શનાર્થે લાખો ભક્તોનો ઘોડાપૂર આવે છે. ભક્તોની સુવિધા માટે વહીવટીતંત્ર પ્રયત્નશીલ છે. મેળામાં યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વિવિધ સગવડો ઉપલ્બધ કરાવી છે. ભક્તોની સુખ સગવડ માટે વિવિધ કમીટીઓ કાર્યરત છે.

બહુચરાજી ચૈત્રી પુનમના મેળામાં લાખોથી વધુ ભાવિ ભક્તો મોટી સંખ્યામાં માં ના દર્શનનો લાભ લે છે. યાત્રિકોને સારી સુવિધા મળી રહે તે માટે વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું છે. મેળા દરમિયાન નિશુલ્ક ભોજન, પીવાના પાણીની વ્યવસ્થા, ફોગીંગ, લીંબુ શરબત સહિત પાલખી પથ માટે ખાસ વ્યવસ્થા કરાઇ છે. મેળામાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે પાલિકા દ્વારા ટીમ તૈયાર કરાઇ છે. ત્રિ દિવસીય મેળામાં યાત્રિકો માટે ખાસ સુવિધા કરાઇ છે. મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે માટે મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.આ ઉપરાંત કંટ્રોલ કેન્દ્રો પણ શરૂ કરાયા છે.

મેળા દરમિયાન લોકોની આરોગ્યની સુખાકારી માટે આરોગ્ય તંત્ર ખડેપગે છે. મેળામાં મેડીકલ કેમ્પ, ચોવીસ કલાક મોબાઇલ યુનીટ પણ કાર્યરત કરાયા છે. મેળામાં પ્રથમ દિવસથી ભારે ધસારો જોવા મળ્યો હતો. મેળા દરમિયાન યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વહીવટીતંત્ર સંપુર્ણ સજ્જતાથી કામ કરી રહ્યું છે. મેળાના બીજા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છેઆ ઉપરાંત ત્રીજા અંતિમ દિવસે માતાજીની પાલખી નીજ મંદિરથી પ્રયાણ કરી શંખલપુર જશે આ સમયે પોલીસતંત્ર દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code