મહેસાણા: મરતોલીમાં “ગ્રીન એન્ડ બ્લ્યુ ગુડ ડિડસ “અંગેની તાલીમ યોજાઈ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર) ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરના મેમ્બર સેક્રેટરી તથા સિનિયર મેનેજર નિશ્વલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમર્થ ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટના સહયોગ થી જોટાણાના મરતોલી ગામે “ગ્રીન એન્ડ બ્લ્યુ ગુડ ડિડસ “વિષયની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે તા 26/6/2019 ના રોજ તાલીમ શિબિર યોજવામાં આવી હતી. તાલીમમાં પર્યાવરણને લીલાછમ રાખવાના ઉપાયો જેવા
 
મહેસાણા: મરતોલીમાં “ગ્રીન એન્ડ બ્લ્યુ ગુડ ડિડસ “અંગેની તાલીમ યોજાઈ

અટલ સમાચાર, બેચરાજી (ભુરાજી ઠાકોર)

ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગરના મેમ્બર સેક્રેટરી તથા સિનિયર મેનેજર નિશ્વલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમર્થ ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટના સહયોગ થી જોટાણાના મરતોલી ગામે “ગ્રીન એન્ડ બ્લ્યુ ગુડ ડિડસ “વિષયની તાલીમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જે અન્વયે તા 26/6/2019 ના રોજ તાલીમ શિબિર યોજવામાં આવી હતી.

તાલીમમાં પર્યાવરણને લીલાછમ રાખવાના ઉપાયો જેવા કે ઊર્જા, જળ સંશોધનો, જૈવિક વિવિધતા, કચરાનું યોગ્ય વ્યવસ્થાપન, દરિયાઈ જીવોનું સંરક્ષણ વગેરે અંગે પ્રોજેક્ટ દ્વારા તેમજ વિવિધ રમતો દ્વારા સમર્થ ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ તાલીમમાં બહોળી સંખ્યામાં ભાઈઓ, બહેનો, ગ્રામપંચાયતમાંના તમામ સભ્યો, ગામના સરપંચ રબારી અંબાબેન હેમરાજભાઈ, તલાટી વિક્રમસિંહ, આઈ.સી.ડી.એસ સુપરવાઈઝર ,સ્વસહાય જૂથના બહેનો, આંગણવાડી વર્કર બહેનો, અશાવર્કરો તથા ચેહર માતાજી મંદિરના પ્રમુખ તથા ટ્રસ્ટીઓ, કિસાન વિધાલયના પ્રમુખ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમર્થ ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટની તાલીમ ટીમે ખૂબ જ મહેનત કરી હતી.