મહેસાણાઃ નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે 08 માર્ચને શુક્રવારે વિકાસ કામોના લોકાર્પણ થનાર છે. જેમાં સવારે 09.30 કલાકે ચરાડુ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરશે તે બાદ 11.00 કલાકે આંબલીયાસણ ગ્રામ પંચાયત કચેરી તેમજ નવીન ટ્યુબવેલનું લોકાર્પણ કરશે, દેદીયાસણ ખાતે દેદીયાસણ ગ્રામપંચાયત કચેરીનું લોકાર્પણ, તળેટી ખાતે તળેટી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ, બેચરાજી તાલુકાના રાંતેજ
 
મહેસાણાઃ નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં વિકાસ કામોના ખાતમુર્હુત-લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

અટલ સમાચાર, મહેસાણા

નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલના હસ્તે 08 માર્ચને શુક્રવારે વિકાસ કામોના લોકાર્પણ થનાર છે. જેમાં સવારે 09.30 કલાકે ચરાડુ ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ કરશે તે બાદ 11.00 કલાકે આંબલીયાસણ ગ્રામ પંચાયત કચેરી તેમજ નવીન ટ્યુબવેલનું લોકાર્પણ કરશે, દેદીયાસણ ખાતે દેદીયાસણ ગ્રામપંચાયત કચેરીનું લોકાર્પણ, તળેટી ખાતે તળેટી ગ્રામ પંચાયત કચેરીનું લોકાર્પણ, બેચરાજી તાલુકાના રાંતેજ ખાતે રાંતેજ ગ્રામ પંચાયત કચેરી તેમજ નવીન ટ્યુબવેલનું લોકાર્પણ, જોટાણા ખાતે જોટાણા તાલુકા સેવા સદન અને જોટાણા આઇ.ટી.આઇનું ખાતમુર્હુત, મહેસાણા ખાતે મહેસાણા રાધનપુર રોડથી દેદીયાસણ જતા પાણીના વહેણ પર બોક્ષ કલ્વર્ટનું ખાતમુર્હુત, મહેસાણા પાલિકાના વિવિધ વિકાસ કામોનું ખાતમુર્હુત-લોકાર્પણ થનાર છે.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી મહેસાણા જેસીસ ચેરીટેબલ ટ્રસ્ટ્ર આયોજીત સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. શુક્રવારે સાંજે 06.30 કલાકે કડી નગરપાલિકા,માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગ તથા આરોગ્ય વિભાગના વિવિધ કામોનું ખાતમુર્હુત અને લોકાર્પણનો કાર્યક્રમ કડી ટાઉનહોલમાં યોજાવાનો છે.