આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણામાં સાંઈબાબા મંદિર, મોઢેરા ચાર રસ્તા સહિતના શહેરના અનેક વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ કરનાર દાનવીર ગોદડીવાળા બાપુ નામે ઓળખાતા ખીમજીભાઈએ સ્વર્ગની વાટ પકડી લીધી છે. આથી શહેરમાં માનવતાની મિશાલ એવા આ ભિક્ષુક સફેદ ગોદડી ધારણ કરી ભિક્ષાવૃત્તિ કરતા હોવાથી ગોદડીવાળા બાપુ તરીકે ઓળખાતા હતા. તેમની વસમી વિદાયથી શહેરીજનો સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યા છે. આ દાનવીરના જવાથી સૌ મહેસાણાવાસીઓએ શોક અનુભવ્યો છે.

માનવતાની મિશાલ પ્રગટાવનાર સ્વ.ખીમજીભાઈનો શહેરીજનોને હરહંમેશ ખાલીપો વર્તાશે

mehsana godadivala bapu (1)

મહેસાણા રોટરી કલબ તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા સન્માનિત કરાયેલા આ ગોદડીવાળા બાપુના હદયમાં ગરીબ દીકરા-દિકરીઓ ગરીબ બાળકો તેમજ વિધવા બહેનો ઉપરાંત અન્ય ગરીબ ભિક્ષુકો માટે લાગણી કાયમ રહેતી હતી. મૂળ રાજકોટના વતની ખીમજીભાઇએ ભીખ માંગવા માટે મહેસાણા શહેરને પોતાનું નિવાસ બનાવ્યુ હતુ. શરીર ઉપર ગોદડી ધારણ કરતા હોવાથી તેઓ ગોદડીવાળા બાપુ તરીકે ઓળખ પ્રાપ્ત કરી ચુક્યા હતા. ભિક્ષાવૃત્તિ કરતા હોવા છતાં મહેસાણાવાસીઓ તેમને માનથી નિહાળતા હતા.

mehsana godadivala bapu 4

શહેરવાસીઓ ગોદડીવાળા બાપુને જ્યાં જુએ ત્યાં મોટા મનથી ભિક્ષા આપતા હતા. ભિક્ષામાં મળેલા દાનથી ગોદડીવાળા બાપુ ગરીબ કન્યાઓને સોનાની બુટીઓ, અભ્યાસ કરતા ગરીબ પરિવારોના બાળકોને દફતર-ચંપલની સહાય કરતા. આ ઉપરાંત તેઓ વિધવા મહિલાઓને સાડીઓ તેમજ શિયાળાની ઠંડીમાં ગરીબોને ધાબળાનું પણ દાન આપતા હતા. જેમણે અંતિમ શ્વાસ લેતાં અનેક ગરીબોએ દાનવીર ગુમાવ્યાનો રંજ મહેસૂસ કરી રહ્યા છે.

વર્ષે 2 થી 3 લાખની વસ્તુઓનું દાન કરતા

mehsana godadivala bapu (1)

ગોદડીવાળા બાપુ તરીકે ઓળખાતા ભિક્ષુક ખીમજીભાઈને ગરીબઘરના બાળકો, બાળકીઓ અને મહિલાઓ માટે હરહંમેશ દાતા બની આગળ આવતા હતા. આ ભિક્ષુક વર્ષે 2-3 લાખની ભિક્ષામાંથી ગરીબોને મદદ કરતા હતા. આથી તેઓ મોટા-મોટા દાનવીરોથી અલગ પડતા અને લોકો તેમને ગરીબોના મસીહા ગણતા હતા.

રોટરી ઈન્ડીયા લીટરસી હીરો એવોર્ડથી સન્માનીત

mehsana godadiwalabapu

મહેસાણા શહેરમાંથી ભિક્ષા માંગતા દાનવીરને તમામ શહેરીજનો ઓળખતા હતા. તે ઉપરાંત તેઓનું મહેસાણા રોટલી ક્લબ દ્વારા રોટરી ઈન્ડીયા લિટરસી હીરોથી સન્માનીત કરવામાં આવ્યા હતા.

રાજકારણીઓ, ધર્મગુરૂઓ, સંસ્થાઓ મુલાકાત કરતી હતી

mehsana godadivala bapu (3)

કંઈક કરી છૂટવાની ચાહ રાખનારાઓ પણ સેલીબ્રેટી બની જતા હોય છે. જો પછી તે ફિલ્મસ્ટાર હોય કે એક ભિક્ષુક. આજ રીતે ગોદડીવાળા બાપુને રાજકીય આગેવાનો, ધર્મગુરૂઓ, સંસ્થાઓ પણ તેમની ખાસ નોંધ લઈ મુલાકાત લેતી રહેતી. ગરીબોને સહાયક બનવાની ખીમજીભાઈની નેમમાં મદદરૂપ બની મુલાકાત લેતા રહે. માટે મહેસાણામાં ગોદડીવાળા બાપુ સેલિબ્રીટી વ્યક્તિ બની ગયા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code