આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

સ્વચ્છતા હી સેવા માસ કોમ્યુનિકેશન કેમ્પેન અંતર્ગત વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી માર્ગદર્શન અને સુચનો કરાયા હતા. વિડીયો કોન્ફરન્સ બાદ જિલ્લા કલેકટર એચ.કે.પટેલના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા હી સેવા ઝુંબેશની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.

જેમાં જિલ્લા કલેકટર એચ.કે.પટેલે પ્લાસ્ટીક કચરાના સલામત નિકાલ અને વ્યવસ્થાપન માટે ખાસ સુચનો કર્યા હતા. આ ઉપરાંત આ અભિયાનમાં ઔધોગિક એકમો,સહકારી સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, એન.જી.ઓ સહિત વિવિધ સંસ્થાઓને જોડવા જણાવ્યું હતું

બેઠકમાં સ્વચ્છતા હી સેવા ઝુંબેશને વધું વેગવંતી બનાવવા જણાવ્યું હતું. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મેહુલ દવે સહિત જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code