જેટકો દ્વારા મહેસાણા નજીક મંજૂરી વિના ખેતરમાં પ્રવેશી ખોદકામ કરતા ગરમાવો

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા તાલુકા પંથકના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી જેટકો વીજપોલ ઉભા કરવાની કામગીરીમાં છે. જેમાં ખેતરમાલિકની છેલ્લા બે વર્ષ જૂની રાવ છતાં જેટકો દ્વારા મંગળવારે ખોદકામ કરતા મામલો ગરમાયો હતો. જેને પગલે ખેડૂતે મહેસાણા કલેક્ટર કચેરીએ ફરી એકવાર રજૂઆત કરી ગાૈચરમાં વીજકામ કરાવવાની માંગ કરી હતી. મહેસાણા નજીક શેઢાવી ગામ પાસેથી જેટકોની વિજપોલ
 
જેટકો દ્વારા મહેસાણા નજીક મંજૂરી વિના ખેતરમાં પ્રવેશી ખોદકામ કરતા ગરમાવો

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા તાલુકા પંથકના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી જેટકો વીજપોલ ઉભા કરવાની કામગીરીમાં છે. જેમાં ખેતરમાલિકની છેલ્લા બે વર્ષ જૂની રાવ છતાં જેટકો દ્વારા મંગળવારે ખોદકામ કરતા મામલો ગરમાયો હતો. જેને પગલે ખેડૂતે મહેસાણા કલેક્ટર કચેરીએ ફરી એકવાર રજૂઆત કરી ગાૈચરમાં વીજકામ કરાવવાની માંગ કરી હતી.

મહેસાણા નજીક શેઢાવી ગામ પાસેથી જેટકોની વિજપોલ કામગીરી ચાલુ છે ત્યારે સ્થાનિક ખેડૂત મુકુંદ રાજપૂતના ખેતરમાં વીજપોલ ઉભો કરવાને લઈ પોલીસ કાફલો ઉતારવામાં આવ્યો હતો. છેલ્લા બે વર્ષથી ખેડૂત પોતાના ખેતરમાં ધંધાના પ્લાન કરવાને લઈ દોડધામ કરી રહ્યા હોઈ જેટકોનો વીજપોલ આવતા મુશ્કેલી ઉભી થઈ છે.

મુકુંદ રાજપૂતે જિલ્લા કલેક્ટરને અગાઉ રજૂઆત કરી હતી કે તેમના ખેતર નજીકમાં જ આવેલી ગાૈચરની જમીનમાં વીજપોલ બનાવવાને બદલે પોતાની જમીનમાં ઉભો કરી બદઈરાદા પૂર્વક પરેશાન કરે છે. આ તરફ જેટકો ખાનગી માલિકીની જમીનમાં વીજપોલ ઉભો કરવા મક્કમ બનતા કલેક્ટરે ગાૈચરનું સુચન કર્યું હતું. જેને અનુકૂળતા નહિ લાગતા જેટકો દ્વારા મંગળવારે પોલીસ સુરક્ષા સાથે ખેડૂતની મંજૂરી વગર ખેતરમાં પ્રવેશ કરી વીજપોલની કામગીરી શરુ કરી હતી. જેને લઈ ખેડૂતે ફરી એકવાર કલેક્ટર કચેરીએ દોડી આવી કાયદાકીય લડત શરુ કરી છે.