હડકંપ@મહેસાણા: 17 મંડળીના મતદારો આઉટ, હાઇકોર્ટના નિર્ણયથી વિપુલ ચૌધરીને ફટકો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલાં વિપુલભાઇ ચૌધરી જૂથને હાઇકોર્ટ તરફથી ફટકાર મળી છે. અગાઉ ચૂંટણી અધિકારી દ્રારા રદ્દ કરાયેલી 17 મંડળી મામલે હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે ચૂંટણી અધિકારીના આદેશને માન્ય ઠેરવતાં 17 મંડળીઓ હવે આ ચૂંટણીમાં મતદાન નહી કરી શકે. આ સાથે હવે આવતીકાલે જોડિયા દૂધ સહકારી મંડળી મામલે ચૂકાદો
 
હડકંપ@મહેસાણા: 17 મંડળીના મતદારો આઉટ, હાઇકોર્ટના નિર્ણયથી વિપુલ ચૌધરીને ફટકો

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલાં વિપુલભાઇ ચૌધરી જૂથને હાઇકોર્ટ તરફથી ફટકાર મળી છે. અગાઉ ચૂંટણી અધિકારી દ્રારા રદ્દ કરાયેલી 17 મંડળી મામલે હાઇકોર્ટે આદેશ કર્યો છે. હાઇકોર્ટે ચૂંટણી અધિકારીના આદેશને માન્ય ઠેરવતાં 17 મંડળીઓ હવે આ ચૂંટણીમાં મતદાન નહી કરી શકે. આ સાથે હવે આવતીકાલે જોડિયા દૂધ સહકારી મંડળી મામલે ચૂકાદો આવશે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલભાઇ ચૌધરીના ગ્રુપને ચૂંટણી પહેલાં મોટો ફટકો પડ્યો છે. અગાઉ મહેસાણા ચૂંટણી અધિકારી દ્રારા 17 મંડળીઓ રદ્દ કરવામાં આવી હતી. આ તરફ વિપુલભાઇ ચૌધરીની પેનલના 17 મતદારોએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેને લઇ આજે હાઇકોર્ટે ચૂંટણી અધિકારીના આદેશને માન્ય ઠેરવ્યો છે. હાઇકોર્ટે ચૂંટણી અધિકારીએ લીધેલા નિર્ણયને માન્ય ગણી તમામ રજૂઆતોને અંતે કોર્ટે ચૂંટણી પ્રક્રિયામાં હસ્તક્ષેપ ન કરવાનું વલણ અપનાવી ફગાવી છે.

હડકંપ@મહેસાણા: 17 મંડળીના મતદારો આઉટ, હાઇકોર્ટના નિર્ણયથી વિપુલ ચૌધરીને ફટકો
જાહેરાત

સૂત્રોએ જણાવ્યું હતુ કે, સાગરદાણના કથિત કૌભાંડ મામલે જેલમાં બંધ વિપુલભાઇ ચૌધરીને વધુ એક ફટકો પડ્યો છે. ચૂંટણી અધિકારી દ્રારા રદ્દ કરાયેલી 17 મંડળી મામલે હાઇકોર્ટ તરફથી તેમને ફટકાર મળી છે. હાઇકોર્ટે ચૂંટણી અધિકારીના આદેશને માન્ય ઠેરવતાં હવે રદ્દ કરાયેલી 17 મંડળી મતદાન નહીં કરી શકે. આ તરફ હવે ગણતરીના દિવસોમાં દૂધસાગરની ચૂંટણી હોઇ બંને પેનલો દ્રારા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. નોંધનિય છે કે, આવતીકાલે જોડિયા દૂધ સહકારી મંડળી મામલે પણ ચૂકાદો આવનાર છે. વિપુલ ચૌધરીના ચેરમેન બનવાનું ભવિષ્ય આ ચૂકાદા પર આધિન હોઇ સૌ કોઇની નજર આવતીકાલના ચૂકાદા પર છે.