મહેસાણાઃ ગટરથી ત્રાહિમામ્ રહીશો, બેફીકર પાલિકા, રોડ ઉપર ગંદા પાણીનું સામ્રાજ્ય

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા પાલિકાની ઊંઘના કારણે રામોસણા રોડ ઉપરની સોસાયટીઓના રહીશો ગટરના પાણીથી પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકથી અવિરત ગંદા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે પરંતુ સ્થાનીક તંત્રને દેખાતું નથી. વોટ માટે લટાર મારવા નીકળેલા નેતાઓના બે ધ્યાનપણાથી સમસ્યા વકરી રહી છે. રામોસણા રોડ ઉપર આવેલી અનેક સોસાયટીઓની પ્રજા ઉભરાતી ગટરથી બાપડી-બિચારી
 
મહેસાણાઃ ગટરથી ત્રાહિમામ્ રહીશો, બેફીકર પાલિકા, રોડ ઉપર ગંદા પાણીનું સામ્રાજ્ય

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા પાલિકાની ઊંઘના કારણે રામોસણા રોડ ઉપરની સોસાયટીઓના રહીશો ગટરના પાણીથી પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકથી અવિરત ગંદા પાણીનો પ્રવાહ વહી રહ્યો છે પરંતુ સ્થાનીક તંત્રને દેખાતું નથી. વોટ માટે લટાર મારવા નીકળેલા નેતાઓના બે ધ્યાનપણાથી સમસ્યા વકરી રહી છે.

રામોસણા રોડ ઉપર આવેલી અનેક સોસાયટીઓની પ્રજા ઉભરાતી ગટરથી બાપડી-બિચારી બની રહી છે. જેનું કારણ અહીં આવેલી રાધે કુટરી સોસાયટી, જ્યોતિ બંગલોઝ, એવન્યુ ફ્લેટ તેમજ રાધા સ્વામી આશ્રમ સહિતની અનેક સોસાયટીમાં જવા માટેના રોડ ઉપર એક વર્ષથી ગટરના પાણીએ સામ્રાજ્ય સ્થાપી દીધું છે. જ્યારે છેલ્લા 24 કલાકથી ગટરના ઢાંકણામાંથી અવિરત પાણી વહી રહ્યું છે. ગંદા પાણીથી માથુ ફાટી જાય તેવી વાસ ફેલાઈ રહી છે. જોકે, છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલી આ સમસ્યાથી સોસાયટીના રહીશો રોગચાળો ફેલાઈ જવાના ભયમાં જીવી રહ્યા છે. અહીંથી બાળકો, વૃધ્ધો પસાર થતા ગટરના પાણીમાંથી પસાર થવું મુશ્કેલ બની ગયું છે.

રામોસણા રોડના ક્રીમ વિસ્તાર પ્રત્યે ઓરમાયું વર્તન?

રામોસણા ચોકડીથી 500 મીટરના અંતરે આવેલો આ વિસ્તાર ક્રીમ વિસ્તાર તરીકે ગણાય છે. જેમાં અનેક સોસાયટીઓ આવેલી છે. તેમછતાં છેલ્લા ઘણા સમયથી ગટરમાં રમતી સોસાયટીઓ પ્રત્યે સ્થાનિક તંત્ર બેધ્યાન હોવાનું જણાઈ રહ્યું છે. આને લઈ સ્થાનીક સોસાયટીઓના રહીશોને પોતાની સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે.

બારી-બારણા બંધ હોવા છતાં ઘરોમાં ફેલાતી દુર્ગંધ

સ્વચ્છતાના ગોળા ફૂંકતું મહેસાણાના લાગતા-વળગતા તંત્રએ અહીંના વિસ્તારમાં એક નજર કરવી રહી. દુર્ગંધથી પરેશાન બનેલા લોકો દિવસે પણ ઘરના બારી-બારણા બંધ રાખી રહ્યા છે. તેમછતાં ગટરની દુર્ગંધ ઘરોમાં ફેલાઈ રહી છે.