મહેસાણાઃ ગ્રાહકોની છેતરામણીને લઈ, તોલમાપ વિભાગ બન્યું સતર્ક

અટલ સમાચાર, મહેસાણા સમગ્ર દેશમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યાં સરકાર દ્વારા વાઇરસના અટકાવ અર્થે યથાર્થ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ લોકડાઉનને હળવું કરીને પ્રજાજનોને થોડી રાહત પણ આપવામાં આવી છે. અત્રે આ હળવાશનો ફાયદો ઉઠાવી રહેલા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજ્યમાં મહેસાણા જિલ્લા પ્રસાશન તંત્રની કામગીરી
 
મહેસાણાઃ ગ્રાહકોની છેતરામણીને લઈ, તોલમાપ વિભાગ બન્યું સતર્ક

અટલ સમાચાર, મહેસાણા

સમગ્ર દેશમાં કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે ત્યાં સરકાર દ્વારા વાઇરસના અટકાવ અર્થે યથાર્થ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યાં બીજી તરફ લોકડાઉનને હળવું કરીને પ્રજાજનોને થોડી રાહત પણ આપવામાં આવી છે. અત્રે આ હળવાશનો ફાયદો ઉઠાવી રહેલા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. રાજ્યમાં મહેસાણા જિલ્લા પ્રસાશન તંત્રની કામગીરી અત્રે અગ્રેસર ધ્યાને આવે છે ત્યાં મહેસાણાના વિસનગર ખાતે ઠેર ઠેર પાનમસાલા-ગુટખાના
વેપારીઓની દુકાને અચાનક જ જઈને દરોડા પાડવામાં આવ્યા હતા.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લા તોલમાપ અધિકારી એન.એમ. રાઠોડ અને તેમની નિરીક્ષક ટીમએ મહેસાણા-વિસનગર ખાતે અકાળે
પહોંચી તપાસ હાથ ધરી હતી. સદર તપાસમાં ગુટખા વહેંચતા વેપારીઓને ત્યાં છાપેલી કિંમત કરતા વધારે ભાવ ગ્રાહક પાસેથી વસુલતા હોય તેવા વેપારીઓ સામે ખુદ ગ્રાહક બની સિગારેટ, ગુટખાની ખરીદી કરતાં આ છેતરપીંડી સામે આવી હતી. સદર તપાસમાં વિસનગરના ગુરુ પાર્લર, બાપા સીતારામ, ન્યુ કેપિટલ ટ્રેડર્સ-ગંજબજાર તથા મહેસાણાના મહાવીર ટ્રેડર્સ-મુલ્કીભવન, પ્રિયંકા સેલ્સ-આસ્થા કોમ્પ્લેક્ષ-માલગોડાઉન એમ કુલ પાંચ વેપારીઓ દ્વારા ગુટખા આદિ વ્યસની વસ્તુઓ ઉપર છાપેલી કિંમત કરતા વધુ ભાવ ગ્રાહકો પાસેથી વસુલ કરવા બદલ ધી પેકેજ કોમોડીટી રૂલ્સ, ૨૦૧૧ ના નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી કુલ રૂપિયા ૨૦,૦૦૦૦ નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
લોકડાઉનમાં છૂટછાટ બાદ તોલમાપ વિભાગની સક્રિય કામગીરી બદલ પ્રજાજનોએ પ્રસાશનને પ્રસંશા અર્પી,એક જાગૃત નાગરિક બદલ હવે કોઈ પણ વેપારી એક ગ્રાહકની છેતરામણી કરતા સામે આવશે તો જાતે જ તોલમાપ વિભાગના અધિકારીઓને જાણ કરવા કટિબદ્ધ બની છે.