આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ દરબારે સાધારણ સભામાં વ્હીપનો અનાદર કરનાર 6 સભ્યોને નોટીસ આપી છે. કોંગ્રેસ પ્રમુખે રમેશભાઇ ત્રિભોવનદાસ પટેલ (ભુરી), મહેશભાઇ સોમાભાઇ પટેલ,પલ્લવીબેન જીજ્ઞેશભાઇ પટેલ, સંજયકુમાર પ્રવિણચંદ્ર બ્રહ્મભટ્ટ, સુનીલ પ્રવિણભાઇ ભીલ અને અલ્લારખી ઐયુબભાઇ બેલીમને નોટીસ આપી 3 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યુ છે.

મહેસાણા ખાતે ગત 25/10/2019ને શુક્રવારે પાલિકાની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં કોંગ્રેસના સભ્યોને પક્ષના કોર્પોરેટરના દરેક કામોને સમર્થન કરવાની સુચના આપવામાં આવી હતી. આમ છતાં કોંગ્રેસના 6 સભ્યોએ વિરોધ પક્ષના કીર્તીભાઇ શંકરભાઇ પટેલના લેટરપેડ ઉપર ભાજપના સભ્યો સાથે મળી તેમાં સહી કરી કોંગ્રેસ પાર્ટી દ્રારા આપેલ આદેશ (વ્હીપ)નો અનાદર કર્યો હતો. જેને લઇ જીલ્લા પ્રમુખે 6 સભ્યોને નોટીસ આપી 3 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવ્યુ છે.

અટલ સમાચાર વોટ્સએપમાં મેળવવા અહિ ક્લિક કરો 

ઉલ્લેખનિય છે કે, નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગર જઇ કેસરીયો ધારણ કરનારા સભ્યોને જીલ્લા પ્રમુખે નોટીસ આપી છે. નોટીસમાં 3 દિવસમાં જવાબ આપવાની સાથે જણાવાયુ છે કે, જો ત્રણ દિવસમાં જવાબ રજૂ કરવામાં નહિ આવે તો 6 સભ્યો વિરૂધ્ધ ગુજરાત રાજ્યના નાર્મોનિર્દિષ્ટ અધિકારીની કોર્ટમાં બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code