મહેસાણા ભાજપના યુવા મોરચાના હોદ્દેદારોની વરણી: રાજપુત સમાજના યુવાનને સ્થાન
મહેસાણા ભાજપના યુવા મોરચાના હોદ્દેદારોની વરણી: રાજપુત સમાજના યુવાનને સ્થાન

અટલ સમાચાર,મહેસાણા

લોકસભા ચૂંટણી પહેલા મહેસાણા ભાજપ ઘ્વારા યુવા મોરચાને મજબુત કરવા ભાજપ ઘ્વારા મહેસાણા જીલ્લા ભાજપ યુવા મોરચાના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં મહેસાણા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ તરીકે હિતેશ નાગજીભાઇ દેસાઇ, મહેસાણા શહેર ભાજપના પ્રવકતા તરીકે રવિન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ તરીકે રવિ બિપિનભાઇ પટેલ, કિરણજી દિવાનજી ઠાકોર, વિશાલ નટુભાઇ પ્રજાપતિ, અનિલ મહેન્દ્રભાઇ પટેલ, મહામંત્રી તરીકે મયુર રમેશભાઇ પટેલ, મંત્રી તરીકે આકાશ સમિરકુમાર ત્રિવેદી, પ્રિન્સ રાકેશભાઇ પટેલ,શુભમ ગજેન્દ્રભાઇ શાહ,ઇમરાન મહેબુબભાઇ સેતા, કોષા અધ્યક્ષ તરીકે મિહિર નારાયણભાઇ વ્યાસ, કાર્યાલય મંત્રી તરીકે પ્રજાપતિ ભાવેશ ગણપતભાઇની વરણી કરવામાં આવી છે.