મહેસાણાઃ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ઇ-માધ્યમ થકી કરાશે

અટલ સમાચાર, મહેસાણા મહેસાણા જિલ્લામાં તા. ૦૧ થી ૧૪ મી ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી કોરોના વાયરસના કારણે ઇ-માધ્યમ થકી સોશ્યિલ મીડિયાના માઘ્યમથી કરવામાં આવનાર છે. મહિલા સશક્તિકરણ પખવાડિયાની વિગતો આપતાં મહેસણા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી મુકેશ પટેલે જણાવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં તા.૦૧ થી ૧૪ મી ઓગષ્ટ દરમ્યાન
 
મહેસાણાઃ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી ઇ-માધ્યમ થકી કરાશે

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણા જિલ્લામાં તા. ૦૧ થી ૧૪ મી ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી કોરોના વાયરસના કારણે ઇ-માધ્યમ થકી સોશ્યિલ મીડિયાના માઘ્યમથી કરવામાં આવનાર છે. મહિલા સશક્તિકરણ પખવાડિયાની વિગતો આપતાં મહેસણા જિલ્લાના મહિલા અને બાળ અધિકારી  મુકેશ પટેલે જણાવ્યું છે કે, સમગ્ર રાજ્યમાં તા.૦૧ થી ૧૪ મી ઓગષ્ટ દરમ્યાન મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવનાર છે. જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં પણ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી માટે સુચારું આયોજન કરવામાં આવ્યું છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

આ વખતે કોરાના વાયરસની મહામારીના કારણે આ પખવાડિયાની ઉજવણી ટી.વી. અને સોશ્યિલ મીડિયાના માઘ્યમથી કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં વંદે ગુજરાત ચેનલ- ૧ પર મહિલાઓ માટે કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તેમજ મોબાઇલના માઘ્યમથી જીઓ એપ મારફતે વંદે ગુજરાત ચેનલ- ૧ પર અને ફેસબુક પર WCD GUJARAT પેજ પરથી પણ નિહાળી શકાશે. આ કાર્યક્રમનું પ્રસારણ દરરોજ બપોરના ૧.૦૦ કલાક થી ૨.૦૦ કલાક દરમ્યાન કરવામાં આવશે. તેમજ જીવંત પ્રસારણનો લાભ ન લઇ શક્યા હોય તેવી મહિલાઓ આ કાર્યક્રમ WCDGujarat ની યુ ટયુબ ચેનલ પરથી કાર્યક્રમ નિહાળી શકશે.

આ પખવાડિયાની ઉજવણી દરમ્યાન તા.૦૧ ઓગષ્ટના દિવસને મહિલા સુરક્ષા દિવસ, તા.૦૨ ઓગષ્ટના દિવસને દિકરી દિવસ, તા.૦૩ ઓગષ્ટના રોજ મહિલા સ્વાલંબન દિવસ, તા.૦૪ ઓગષ્ટના રોજ મહિલા નેતૃત્વ દિવસ, તા.૦૫ ઓગષ્ટના રોજ મહિલા આરોગ્ય દિવસ, તા.૦૬ ઓગષ્ટના રોજ મહિલા કૃષિ દિવસ, તા.૦૭ ઓગષ્ટના રોજ મહિલા શિક્ષણ દિવસ, તા.૦૮ ઓગષ્ટના રોજ મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ, તા.૦૯ ઓગષ્ટના રોજ મહિલા કલ્યાણ દિવસ, તા.૧૦ ઓગષ્ટના દિવસે મહિલા બાળ પોષણ જાગૃતિ દિવસ, તા.૧૧મી ઓગષ્ટના રોજ મહિલા કર્મયોગી દિવસ, તા.૧૨મી ઓગષ્ટના રોજ મહિલા અને કાનૂની જાગૃતિ દિવસ, તા.૧૩મી ઓગષ્ટના રોજ શ્રમજીવી મહિલા દિવસ અને તા.૧૪મી ઓગષ્ટના રોજ મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસની ઉજવણી કરવામાં આવશે.