મહેસાણાઃ સત્તાનો દુરઉપયોગ બદલ મહિલા સરપંચને હોદ્દા પરથી દુર હટાવાયા

અટલ સમાચાર, મહેસાણા સરકારી જમીનમાં ઓરડી બનાવી પશુઓ બાંધતા હતા દબાણ દુર કરવા પગલાં ન લેતાં ડીડીઓએ હુકમ કર્યોમહેસાણાના તાલુકાના રૂપાલ (કુકસ) ગ્રામપંચાયતના મહિલા સરપંચ દ્વારા માપણીકામમાં અસહકાર અને દબાણ દુર કરવા કોઇ નક્કર પગલાં ન લેવાતા સત્તાના દુરપયોગ બદલ તેમને સરપંચના હોદ્દા પરથી દુર કરતો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરાયો હતો. જિલ્લા પંચાયત
 
મહેસાણાઃ સત્તાનો દુરઉપયોગ બદલ મહિલા સરપંચને હોદ્દા પરથી દુર હટાવાયા

અટલ સમાચાર, મહેસાણા

સરકારી જમીનમાં ઓરડી બનાવી પશુઓ બાંધતા હતા દબાણ દુર કરવા પગલાં ન લેતાં ડીડીઓએ હુકમ કર્યોમહેસાણાના તાલુકાના રૂપાલ (કુકસ) ગ્રામપંચાયતના મહિલા સરપંચ દ્વારા માપણીકામમાં અસહકાર અને દબાણ દુર કરવા કોઇ નક્કર પગલાં ન લેવાતા સત્તાના દુરપયોગ બદલ તેમને સરપંચના હોદ્દા પરથી દુર કરતો જિલ્લા વિકાસ અધિકારી દ્વારા હુકમ કરાયો હતો.

જિલ્લા પંચાયત કચેરીના સુત્રોએ જણાવ્યુ હતું કે, ગામના સરપંચ લીલાબેન ભરતભાઇ ચૌધરીએ ગામમાં બિનખેતી સ.નં. 23 પૈકી 1 જમીનની આગળના ભાગે તેમજ ગામના જાહેરમાર્ગની વચ્ચે આવેલ સરકારી ગામઠાણ જમીનમાં ઓરડી(ઢાળીયું) બનાવી ઢોર બાંધવા ઉપયોગ કરતા હતા. જેને લઇને તાલુકાની ટીમ માપણી કરવા જતા કબજેદારોએ માપણી કરવા દીધી નહોતી.ડીઆઇએલઆર કચેરીના સર્વેયરોએ માપણી કરી હતી. માપણી કામે અસહકાર આપતા હતા.

ગામમાં ચૌધરી પ્રતાપભાઇ દોલજીભાઇને ફાળવેલ મફત પ્લોટમાં વધારાનું બાંધકામ કરતાં અટકાવેલ નથી અને સરપંચે માત્ર નોટિસ આપી હતી. પરંતુ દબાણ દુર કરવા નક્ક પગલા કે આયોજન હાથ ન ધરી દબાણદારને પ્રોત્સાહન પુરુ પાડ્યાનું જણાયુ હતું.પોતાની સત્તાનો દુરુપયોગ કર્યાનું જણાયુ અને બેલેન્સ ઓફ કન્વેનિયન્સ તેમની તરફેણમાં ન હોઇ હોદ્દા ઉપર ચાલુ રાખવા ન્યાયોચીત ન લાગતા સરપંચને હોદ્દા પરથી દૂર કરતો ડીડીઓ એમ.વાય દક્ષિણીએ હુકમ કર્યો હતો.