આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર,મહેસાણા

મહેસાણા તાલુકાના મેવડ ગામે ખોડીયારનગર મહિલા દૂધ મંડળીના નવીન મકાનનું ઉદ્ઘાટન તથા સ્વ. ગણેશભાઈ ગોવિંદભાઇ ચૌધરી માર્ગનો અનાવરણ કાર્યક્રમ તા.૨૦ મે અને સોમવારના રોજ સવારે ૯.૦૦ કલાકે યોજાયો હતો.

આ કાર્યક્રમના અધ્યક્ષ પદે ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલભાઈ ચૌધરી, મકાનના ઉદ્દઘાટક તરીકે દૂધસાગર ડેરીના અધ્યક્ષા આશાબેન ઠાકોર અને નવીન માર્ગના અનાવરણ માટે બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે દૂધસાગર ડેરીના ઉપાધ્યક્ષ મોંઘજીભાઈ ચૌધરી, પૂર્વ નિયામક ખેતીવાડી ડો.શિવરામભાઈ ચૌધરી, અતિથિ વિશેષ તરીકે દૂધસાગર ડેરીના ડિરેકટર નાનજીભાઈ ચૌધરી, ડેરીના પુર્વ ડિરેકટર ખેંગરભાઈ દેસાઇ, ખોડિયાર નગર મહિલા મંડળીના અધ્યક્ષ લીલાબેન દિનેશભાઇ ચૌધરી તથા કારોબારી સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

ખોડિયાર નગર મહિલા મંડળીની સ્થાપના જયંતીભાઈ શંકરભાઇ ચૌધરી ઘ્વારા તા.૧૨.૦૯.૨૦૧૪ના રોજ કરવામાં આવી હતી. મંડળીનું શરૂઆતનું દૈનિક દૂધ ૨૫૦ લિ હતું. જે અત્યારે દૈનિક ૮૦૦ લિટર છે. મંડળીનો ઓડિટ વર્ગ “બ” છે.મેવડ ગામની વસ્તી ૨૨૦૦ની છે. જેમાં ૩૮૦ કુટુંબોનો સમાવેશ થાય છે.દૂધ ઉત્પાદકો ઘ્વારા વર્ષ ૧૮-૧૯ માં રૂપિયા ભેંસનું ૪૯,૪૦,૬૨૯-૦૦નું કુલ ૧,૨૪,૧૨૬ લી દૂધ તથા ગાયનું રૂપિયા ૨૪,૩૬,૭૨૪નું ૯૩,૦૨૪ લી દૂધ ભરાવવામાં આવ્યું છે.ગામના કુલ પશુ ૨૦૦૭ છે. જેમાં ૧૭૦૦ ભેંસ, ૩૦૦ ગાય અને ૩ બળદ છે.

આ કાર્યક્રમમાં વડનગર ના સહકારી આગેવાન રણજીતસિંહ ઠાકોર, દૂધસાગર ડેરી/ દુરડાના ડિરેક્ટરો ઈશ્વરભાઈ દેવચંદભાઈ પટેલ, વાઘુભાઈ દેસાઈ, નવીનભાઈ પટેલ, રામજીભાઈ દેસાઈ, મોંઘજીભાઈ પટેલ(વાવ), ગણેશ ભાઈ માધાભાઈ દેસાઈ, હસમુખભાઈ ચૌધરી, સોમભાઈ રાયકા, શામજીભાઈ ગોકળગઢ, બેચારભાઈ ચૌધરી, જિલ્લા ડેલીગેટ હસમુખભાઈ તથા વિશાળ સંખ્યામાં દુધઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code