મહેસાણા: લોકડાઉન વચ્ચે હાથમાં ક્વૉરન્ટાઇનના સીલ સાથે યુવકો વતન પહોંચ્યા

અટલ સમાચાર,ડેસ્ક હાલ કોરોના વાયરસનાં કારણે આખા દેશમાં લૉકડાઉન છે. ગુજરાતમાં પણ ચુસ્ત બંદોબસ્ત છે. ત્યારે મહેસાણા જિલ્લાનાં બે ડ્રાઇવર કે જેમના હાથમાં ક્વૉરન્ટાઇનનું સીલ હતું. તેઓ લિફ્ટ લઇને ટ્રકમાં ગુરગાંવ સુધી પહોંચી ગયા હતાં. ગામના સરપંચે પોલીસને જાણ કરાતા હાલ બંન્નેને ઝડપી લેવામાં આવ્યાં છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો મહેસાણા
 
મહેસાણા: લોકડાઉન વચ્ચે હાથમાં ક્વૉરન્ટાઇનના સીલ સાથે યુવકો વતન પહોંચ્યા

અટલ સમાચાર,ડેસ્ક

હાલ કોરોના વાયરસનાં કારણે આખા દેશમાં લૉકડાઉન છે. ગુજરાતમાં પણ ચુસ્ત બંદોબસ્ત છે. ત્યારે મહેસાણા જિલ્લાનાં બે ડ્રાઇવર કે જેમના હાથમાં ક્વૉરન્ટાઇનનું સીલ હતું. તેઓ લિફ્ટ લઇને ટ્રકમાં ગુરગાંવ સુધી પહોંચી ગયા હતાં. ગામના સરપંચે પોલીસને જાણ કરાતા હાલ બંન્નેને ઝડપી લેવામાં આવ્યાં છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

મહેસાણા જિલ્લામાં રહેતા બિહારના કુર્થાના સંતોષ તથા શેખપુરાના રણજિત ડ્રાઇવરનું કામ કરતા હતાં. લૉકડાઉન પછી તેમના માલિકે તેમને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. જેથી તેઓ શાકભાજીની ટ્રકમાં લિફ્ટ લઇને પહેલા તેઓ રાજસ્થાન અને તે બાદ ગુરગાંવ પહોંચ્યા હતાં. ત્યાંથી તેઓ 20 કિમી ચાલીને ઢોરકા ગામમાં મિત્રનાં ઘરે ગયા હતાં. આ બંન્નેના હાથમાં ક્વૉરન્ટાઇનનાં સીલ લગાવેલા હતાં. જેથી ગામનાં સરપંચે આ અંગેની પોલીસને જાણ કરી હતી. જે બાદ આ બંન્ને આરોગ્ય વિભાગની ટીમને સોંપી દેવાયા હતાં.