File Photo
આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

અટલ સમાચાર, અંબાજી (રિતીક સરગરા)

યાત્રાધામ અંબાજીમાં મહામેળાને લઇ મંગળવારે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે. મહામેળાના બીજા દિવસે લાખો ભક્તોએમાં અંબાના દર્શન કર્યા હતા. પદયાત્રીઓ જય અંબેના ઘોષ સાથે આગળ વધી રહ્યા છે. અનેક સંઘ મંદિરમાં પણ પહોંચ્યા છે. બીજા દિવસે 4 લાખથી વધુ ભક્તોએ માં અંબાના દર્શન કર્યા હતા. અંબાજી મંદિરમાં જય અંબેના નાદ ગુંજી ઉઠ્યા હતા. અત્યાર સુધી મંદિરમાં 81 લાખ 70 હજાર રૂપિયાની આવક થઈ છે.

અંબાજી પાલનપુરથી 65 કિ.મી, માઉન્ટ આબુથી 45 કિમીના અંતરે આવેલુ છે. મંદિરમાં માની મૂર્તિને સ્થાને એક જયોત છે જે દર્શાવે છે કે આ મંદિર ખૂબ પુરાણુ છે જ્યારે લોકો મૂર્તિપણ નહોતા બનાવતા ત્યારથી અહીં આસ્થા અને શ્રધ્ધાથી લોક દર્શને આવે છે. ગબ્બર પર ચઢવા માટે 999 પગથિયા છે જો કે હવે રોપ વેની સુવિધા કરવામાં આવી છે પણ તેમ છતા ભક્તો તો પગથિયેથી જ ભગવાન સુધી પહોંચવાનું યોગ્ય સમજે છે.

swaminarayan

અંબાજીમાં ગબ્બરની ગોખમાં અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ પણ પોતાને ત્યાં લઈ જાય છે તો વળી માતાજીના મંદિરના શિખરે ધજા ચઢાવવાનું પણ અનોખુ મહાત્ય રહેલુ છે. પદયાત્રીઓની સેવા માટે ઠેરઠેર વિશ્રામ ગૃહો અને જમવાથી લઈ તેમના નાસ્તા સુધીની વ્યવસ્થા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.

51 શક્તિપીઠમાં સૌથી મહત્વનુ ધામ અંબાજી

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ આરાસૂરમાં અંબાજી શક્તિપીઠ ભારતની 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે. માઈ ભક્તોની આસ્થાનું તે પ્રતીક છે.

દર વર્ષે ભાદરવી પૂનમે 25 લાખથી પણ વધુ શ્રધ્ધાળુઓ માતાના દર્શને ઉમટી પડે છે. કહેવાય છે મા સતી, મા જગદમ્બાનું હ્દય અહીં પડ્યુ હતુ. તેથી તમામ શક્તિપીઠમાં આ શક્તિપીઠનું મહત્વ અનેરું છે.

શું રહેશે દર્શન અને આરતીનું ટાઈમ ટેબલ

રાજ્યભરમાં થી ભાદરવી પૂનમે પગપાળા શ્રધ્ધાળુઓ મા અંબાના દર્શને આવે છે. આ મેળો અઠવાડિયા સુધી ચાલશે આજે મેળાનો ત્રીજો દિવસ છે. રવિવારથી શરુ થયેલો આ મેળો 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. મંદિરમાં આજથી સવારની આરતીનો સમય 6.15થી 6.45નો રહેશે જ્યારે સાંજની આરતીનો સમય 7થી 19.30 સુધી રહેશે. જ્યારે સવારે 6.45થી 11.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે 12.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 7.30થી 1.30 સુધી માતાજીના દર્શન કરી શકાશે.

નવરાત્રી નિમીત્તે ‘મા’ને આપે છે ભક્તો આમંત્રણ

પૂનમે માં અંબાને નવરાત્રીનું આમત્રણ આપવાનો પણ એક રીવાજ છે. નવરાત્રીમાં પોતાના ઘર, મહોલ્લાને ગામમાં માની માંડવડીએ માતાજીને પધરવાનું ભાવભીનું આમંત્રણ આપે છે. આરાસૂરના અંબાને ગઢથી પોતાના ગામ મહોલ્લાની માંડવડીમાં જ્યોતી સ્વરૂપે લઈ જઈને ભક્તો આનંદ અનુભવે છે. ભક્તો અંખડ જ્યોતમાંથી જ્યોતી લઈ જાય છે

આ સમાચાર ને શેર કરવા અહી ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code