મેવાણીએ કચ્છના લોકપ્રશ્નોને લઇ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

અટલ સમાચાર,ડેસ્ક દેશમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કચ્છના લોકપ્રશ્નોને લઈને આકરા પ્રહાર કર્યા હતા. આ લોકપ્રશ્નોને લઈ મેવાણીએ ચક્કાજામ કરવાની પણ ચમકી ઉચ્ચારી છે. કચ્છ જિલ્લાના ભુજડી નજીક છેલ્લા કેટલાક વર્ષોથી ઓવરબ્રિજની માગ કરવામાં આવી રહી છે. આ અંગે સ્થાનિકોએ
 
મેવાણીએ કચ્છના લોકપ્રશ્નોને લઇ ભાજપ પર આકરા પ્રહાર કર્યા

અટલ સમાચાર,ડેસ્ક

દેશમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કચ્છના લોકપ્રશ્નોને લઈને આકરા પ્રહાર કર્યા હતા. આ લોકપ્રશ્નોને લઈ મેવાણીએ ચક્કાજામ કરવાની પણ ચમકી ઉચ્ચારી છે.
કચ્છ જિલ્લાના ભુજડી નજીક છેલ્લા કેટલાક વર્ષોથી ઓવરબ્રિજની માગ કરવામાં આવી રહી છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યું છે, પરંતુ સરકારે કોઈ યોગ્ય પગલા લીધા નથી જેથી લોકોમાં રોષ ફેલાયો છે. દરમિયાન ભુજડીના લોકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
ભુજમાં દલિત સમાજ દ્વારા રેલવે ઓવરબ્રિજની માંગણી સાથે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીગ્નેશ મેવાણી પણ હાજર રહ્યાં હતા. તેમજ સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને ઓવરબ્રિજ અંગેની તમામ માહિતી મેળવી હતી. તેમજ આ અંગે સરકારની સામે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
દલિત નેતા અને વડગામના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લા સાતેક વર્ષથી ઓવરબ્રિજનું કામ થયું નથી. આગેવાનોએ આ અંગે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભાજપ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ પોતાના વ્યક્તિગત હિતને ધ્યાનમાં રાખીને ઓવરબ્રિજનું કામ અટકાવ્યું છે. જો સરકાર દ્વારા આ અંગે ઝડપથી કામગીરી હાથ ધરવામાં નહીં આવેતો ચક્કાજામ સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે.