આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, મહેસાણા

દૂધની ખરીદી અને વેચાણ સંભાળતા દૂધ ઉત્પાદક સંઘના વહીવટ સામે આશંકા ઉપજાવે તેવી બાબત સામે આવી છે. દૂધસંઘ પશુપાલકો પાસેથી પ્રતિ લિટરે ૩૦ થી ૩૫ માં ખરીદી કરી પેકિંગમાં ૫૦ થી ૫૫ માં કેમ  વેચે છે? આવો સવાલ ઉઠાવી મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખે સીધી મુખ્યમંત્રીને ફરિયાદ કરતાં સહકારી આલમમાં ગરમાવો આવ્યો છે.

કોંગ્રેસ શાસિત મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ શિલાબેન પટેલે મુખ્યમંત્રીને ગુજરાત રાજ્યના ખેડૂતો અને પશુપાલકો સામેનો અન્યાય દૂર કરવા રજૂઆત કરી છે. જેમાં દૂધ ઉત્પાદકોને અપૂરતા ભાવ મળતા હોવા સામે બજારમાં પેકિંગમાં વેચાતા દૂધ મોંઘા કેમ તેને લઇ સવાલો કર્યા છે.

સંઘ દ્વારા પશુપાલકોને દૂધના ભાવ પ્રતિ લિટરે રૃપિયા ૩૦ થી ૩૫ ચૂકવાય છે જ્યારે તે દૂધ પેકિંગ કરી બજારમાં રૂપિયા ૫૦ થી ૫૫ કેમ વેચાય છે. જો દૂધ સંઘને વહીવટી ખર્ચ 2 રૂપિયા આવતો હોય તો ખરીદ અને વેચાણમાં રૂપિયા 15 થી 20 નું અંતર કેમ છે ? આવા સવાલથી મહેસાણા, બનાસ અને સાબરકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહિત રાજ્યના તમામ સંઘના વહીવટ સામે આશંકા ઊભી થઈ છે.

પ્રમુખે આ સાથે મગફળીની જેમ એરંડાના ટેકાના ભાવ જાહેર કરવા, ખેડૂતોને વીજ બિલમાં રાહત આપવા સહિતના મુદ્દે મુખ્યમંત્રીને રજૂઆત કરતા રાજકીય અને વહીવટી ગરમાવો આવી ગયો છે.

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code