એપ@સ્ટ્રાઇકઃ ચાઈનીઝ એપ પર પ્રતિબંધને મંત્રીએ ગણાવી ડિજિટલ સ્ટ્રાઈક

અટલ સમાચાર.ડેસ્ક ચાઇનિઝ એપ પર ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે ‘ડિજિટલ સ્ટ્રાઈક’ ગણાવી છે. પશ્વિમબંગાળના લોકોને ઓનલાઇન રેલી દ્વારા સંબોધન કરતા મંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે ભારત શાંતિ ઈચ્છે છે પણ જો કોઈ દેશ તરફ ખરાબ નજર કરશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. મંત્રીએ જણાવ્યું કે, લદ્દાખમાં
 
એપ@સ્ટ્રાઇકઃ ચાઈનીઝ એપ પર પ્રતિબંધને મંત્રીએ ગણાવી ડિજિટલ સ્ટ્રાઈક

અટલ સમાચાર.ડેસ્ક

ચાઇનિઝ એપ પર ભારત દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કેન્દ્રીય સંચાર મંત્રી રવિશંકર પ્રસાદે ‘ડિજિટલ સ્ટ્રાઈક’ ગણાવી છે. પશ્વિમબંગાળના લોકોને ઓનલાઇન રેલી દ્વારા સંબોધન કરતા મંત્રીએ વધુમાં કહ્યુ હતુ કે ભારત શાંતિ ઈચ્છે છે પણ જો કોઈ દેશ તરફ ખરાબ નજર કરશે તો ભારત તેનો જડબાતોડ જવાબ આપવા સક્ષમ છે. મંત્રીએ જણાવ્યું કે, લદ્દાખમાં ચીન સામે ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા છે તો સામે ચીનના પક્ષે ખુંવારીનો આંકડો ડબલ છે.  આપણે શાંતિ ઈચ્છીએ છે અને વાતચીત દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવા ઈચ્છીએ છે પરંતુ જો કોઈ આપણી તરફ ખરાબ નજર કરે છે તો આપણે તેનો યોગ્ય જવાબ આપીશું.

રવિ શંકર પ્રસાદે વધુમાં જણાવ્યું કે, ભારતે ભૂતકાળમાં તેમના પર કરાયેલા આતંકવાદી હુમલાના કેવી રીતે જવાબ આપ્યા છે તે સૌની સમક્ષ છે. તેમણે ટીએમસી પર નિશાન સાધ્યું કે, ટીએમસી ચાઈનીઝ એપ પરના પ્રતિબંધનો વિરોધ શા માટે કરી રહ્યું છે.