દુર્ઘટના@કડી: વરસાદી માહોલ વચ્ચે બાઇક સ્લિપ થઇ જતાં યુવકનું મોત, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, કડી કડી પંથકમાં વરસાદી માહોલ વચ્ચે બાઇક સ્લિપ થઇ જતાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ઘટનાની વિગતો મુજબ ગઇકાલે સવારના સમયે બાઇક લઇને પસાર થતા યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં કડીના અલદેસણ રોડ ઉપર વરસાદી માહોલ વચ્ચે યુવકનું બાઇક સ્લિપ થઇ જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાને લઇ સ્થાનિકોએ
 
દુર્ઘટના@કડી: વરસાદી માહોલ વચ્ચે બાઇક સ્લિપ થઇ જતાં યુવકનું મોત, પરીજનો શોકમગ્ન

અટલ સમાચાર ડોટ કોમ, કડી

કડી પંથકમાં વરસાદી માહોલ વચ્ચે બાઇક સ્લિપ થઇ જતાં આશાસ્પદ યુવકનું મોત થયુ છે. ઘટનાની વિગતો મુજબ ગઇકાલે સવારના સમયે બાઇક લઇને પસાર થતા યુવકને અકસ્માત નડ્યો હતો. જેમાં કડીના અલદેસણ રોડ ઉપર વરસાદી માહોલ વચ્ચે યુવકનું બાઇક સ્લિપ થઇ જતાં તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઘટનાને લઇ સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા બાદ તેનું મોત નિપજ્યું હતુ. સમગ્ર ઘટનાને જાણ મૃતકના પરિવારજનોને થતાં તેઓ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે. ઘટનાને લઇ કડી પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

દુર્ઘટના@કડી: વરસાદી માહોલ વચ્ચે બાઇક સ્લિપ થઇ જતાં યુવકનું મોત, પરીજનો શોકમગ્ન

મહેસાણા જીલ્લાના કડીના અલદેસણ રોડ ઉપર અકસ્માતની ઘટનામાં યુવકનું મોત થયુ છે. વિગતો મુજબ નાનીકડીના વૈભવ બંગ્લોઝમાં રહેતો વિષ્ણુ શ્રીરામજી પ્રજાપતિ ગઇકાલે પોતાનું બાઇક લઇને નારદીપુર ટાઇલ્સ ફીટીંગના કામકાજ માટે નીકળ્યાં હતા. આ દરમ્યાન અચાનક અલદેસર રોડ પર વરસાદને કારણે યુવકનું બાઇક સ્લિપ થઇ ગયુ હતુ. જે બાદમાં 108માં સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડાયા બાદ યુવકનું મોત થયુ હતુ. સમગ્ર મામલે કડી પોલીસે આઇપીસી 304A, 279 અને મોટર વાહન અધિનિયમની કલમ 177, 184 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.