ધારાસભ્ય@બેચરાજી: વિકાસ માટે ફાળવેલ 5 કરોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

અટલ સમાચાર, બેચરાજી, (ભુરાજી ઠાકોર) બેચરાજીના મંદિરના નવિનિકરણ માટે ફાળવાયેલ પાંચ કરોડની ગ્રાંટના ખર્ચને લઇ વિવાદ ઉભો થયો છે. વિસ્તારના ધારાસભ્ય ભરત ઠાકોરે ભ્રષ્ટાચાર અને લાલિયાવાડીને લઇ મુખ્યમંત્રીને પત્ર લખતા મામલો ગરમાયો છે. બેચરાજી મંદીર સહિત નજીકના વિવિધ વિકાસલક્ષી કામો મળતિયાઓને આપી પરોક્ષ રીતે નાણાંકીય ગેરરીતી કર્યાના આક્ષેપ સાથે રજૂઆત કરતા શ્રધ્ધાળુઓને ધ્રાસકો લાગ્યો છે.
 
ધારાસભ્ય@બેચરાજી: વિકાસ માટે ફાળવેલ 5 કરોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

અટલ સમાચાર, બેચરાજી, (ભુરાજી ઠાકોર)

બેચરાજીના મંદિરના નવિનિકરણ માટે ફાળવાયેલ પાંચ કરોડની ગ્રાંટના ખર્ચને લઇ વિવાદ ઉભો થયો છે. વિસ્તારના ધારાસભ્ય ભરત ઠાકોરે ભ્રષ્ટાચાર અને લાલિયાવાડીને લઇ મુખ્યમંત્રીને પત્ર લખતા મામલો ગરમાયો છે. બેચરાજી મંદીર સહિત નજીકના વિવિધ વિકાસલક્ષી કામો મળતિયાઓને આપી પરોક્ષ રીતે નાણાંકીય ગેરરીતી કર્યાના આક્ષેપ સાથે રજૂઆત કરતા શ્રધ્ધાળુઓને ધ્રાસકો લાગ્યો છે.

ધારાસભ્ય@બેચરાજી: વિકાસ માટે ફાળવેલ 5 કરોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

બેચરાજી મંદીર માટે પાર્કિંગ વ્યવસ્થા, પંચવટીની બાજુમાં પાણી માટે ટયુબવેલ, નવિન દરવાજાનું કામ, ખીજડીવાળી જગ્યાના વિકાસનું કામ, બાંધલીયા તળાવ તથા માનસરોવર સુધી પાણીની પાઇપ લાઇન, વલ્લભ ભટની વાવના વિકાસની કામગીરી અને મંદીરના પુર્વાભિમુખ દરવાજાથી બસ સ્ટેન્ડ સુધી રોડના કામો માટે સરેરાશ 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે.

ધારાસભ્ય@બેચરાજી: વિકાસ માટે ફાળવેલ 5 કરોડના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

સમગ્ર કામગીરી બાબતે બે વર્ષ કરતા વધુનો સમય વિત્યા છતાં વિલંબ થઇ રહયો છે. પ્રવાસન નિગમ આ બાબતે કોઇ ભ્રષ્ટાચાર આચરવા કે મળતિયાઓને કામ આપવા જાણી જોઇને તો વિલંબ નથી કરતા ? તેવા સવાલો ધારાસભ્યએ ઉઠાવ્યા છે. મંદીરના શિખરને 57 ફુટની ઉંચાઇ કરવાની તમામ કાર્યવાહી પુર્ણ થઇ ગઇ હોવા છતાં આ બાબતે કોઇ જ કામ પ્રગતિમાં નથી તો તેની તપાસ કરાવવા મુખ્યમંત્રીને જણાવ્યુ છે.

મોઢેરાના કામોમાં પણ ખાયકી ?

મોઢેરામાં સુર્યમંદીર હોવાથી ગામને પર્યટક સ્થળ તરીકે વિકસાવવા અને કેન્દ્ર સરકાર ઘ્વારા હેરીટેઝ સર્કીટના વિકાસ માટે શરૂ થયેલી યોજનાઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાની આશંકાઓ રહેલી હોવાનું પત્રમાં ઉલ્લેખ કરતા રાજકીય અને વહીવટી ગરમાવો વધી ગયો છે.