આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

અટલ સમાચાર, પાટણ

પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતો માટે ખાસ પેકેજ જાહેર કરવા રજૂઆત કરી છે. આ સાથે તમાકુની ખરીદી કરવાની વ્યવસ્થા કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતના જે માર્કેટયાર્ડ ખોલવામાં આવ્યા નથી તે તાત્કાલિક ખોલી ખેડૂતોના માલની ખરીદી થાય અને તેમને વ્યાજબી ભાવ મળી રહે તેવી વ્યવસ્થા કરવા ભલામણ કરવામાં આવી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના કોંગી ધારાસભ્ય કિરીટભાઇ પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખી રજૂઆત કરી છે. તેમને ખેડૂતો માટે હાલ પડતા ઉપર પાટુ જેવી સ્થિતિ હોઇ તેમની માટે રાહત પેકેજ જાહેર કરવા માંગ કરાઇ છે. રાજ્ય સરકાર દ્રારા ગુજરાતના કેટલાક માર્કેટયાર્ડ શરતોને આધિન ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ ઉત્તર ગુજરાતના ખેડૂતો છેલ્લા ર વર્ષથી કુદરતી આફતોને લીધે આર્થિક રીતે પાયમાલ બન્યા છે. જેમાં ખાસ કરીને બટાકા, ગાજર, તમાકુ, એરંડા, ઘઉં અને શાકભાજી જેવા પાકોનું વાવેતર કરવામાં થયેલ છે. આ તરફ લોકડાઉનમાં શાકભાજીના ભાવ આસમાને હોવાથી આવુ ન થાય તે માટે કોઇ ચોક્કસ માર્ગદર્શિકા અને આયોજન કરવા રજૂઆત કરવામાં આવી છે.

સુત્રોએ જણાવ્યુ હતુ કે, પાટણ જીલ્લામાં ખેડૂતોનો તમાકુનો પાક તૈયાર થઇ ગયેલ છે. જેથી ખેડૂતોએ તૈયાર પાકના ખેતરમાં ઢગલા કરેલ છે. જોકે તમાકુની ખરીદી માટે માર્કેટયાર્ડ ખોલવામાં આવ્યા નથી. આ બધાની વચ્ચે જો વરસાદ આવી જાય તો તમાકુનો પાક નિષ્ફળ જાય તેવી સ્થિતિ છે. જેને લઇ પાટણ ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખી તમાકુની ખરીદી થાય તે માટે વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે

આ સમાચાર ને શેર કરવા અહીં ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

*

code