ધારાસભ્ય@પાટણ: મ્યુકોરમાઇક્રોસિસના દર્દીઓ માટે 25 બેડ, દવા અને તબીબોની વ્યવસ્થા કરો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ કોરોનાના કહેર વચ્ચે પાટણમાં મ્યુકોરમાઇક્રોસીસ રોગના દર્દીઓમાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યુ છે. પાટણના ધારાસભ્યએ મ્યુકોરમાઇક્રોસીસ રોગને લઇને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી ધારપુરમાં 25 બેડની વ્યવસ્થા કરવા માંગ કરી છે. આ સાથે ધારપુરમાં મ્યુકોરમાઇક્રોસીસની દવાઓ અને નિષ્ણાંત તબીબો અને સ્ટાફની નિમણુંક કરવા રજૂઆત કરી છે. અટલ સમાચાર આપના મોબાઇલમાં
 
ધારાસભ્ય@પાટણ: મ્યુકોરમાઇક્રોસિસના દર્દીઓ માટે 25 બેડ, દવા અને તબીબોની વ્યવસ્થા કરો

અટલ સમાચાર ડોટ કોમ, પાટણ

કોરોનાના કહેર વચ્ચે પાટણમાં મ્યુકોરમાઇક્રોસીસ રોગના દર્દીઓમાં પણ વધારો થયો હોવાનું સામે આવ્યુ છે. પાટણના ધારાસભ્યએ મ્યુકોરમાઇક્રોસીસ રોગને લઇને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી ધારપુરમાં 25 બેડની વ્યવસ્થા કરવા માંગ કરી છે. આ સાથે ધારપુરમાં મ્યુકોરમાઇક્રોસીસની દવાઓ અને નિષ્ણાંત તબીબો અને સ્ટાફની નિમણુંક કરવા રજૂઆત કરી છે.

અટલ સમાચાર આપના મોબાઇલમાં મેળવવા અહિં ક્લિક કરો

પાટણના કોંગ્રેસી ધારાસભ્ય કિરીટ પટેલે આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે. જે મુજબ પાટણમાં કોરોના બાદ હવે મ્યુકોરમાઇક્રોસીસ રોગના દર્દીઓ પણ દિન-પ્રતિદિન વધી રહ્યાં હોવાનું કહ્યુ છે. આ સાથે ધારપુર ખાતે હાલ પાંચ જેટલા મ્યુકોરમાઇક્રોસિસના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા હોઇ વધુ બેડની વ્યવસ્થા કરવા માંગ કરી છે. આ તરફ મ્યુકોરમાઇક્રોસીસ રોગની દવાઓ અને નિષ્ણાંતોની નિમણુંકને લઇ પણ રજૂઆત કરી છે.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ અગાઉ પણ ધારાસભ્યએ કોવિડ મહામારીને લઇ મુખ્યમંત્રીને પત્રો લખેલા છે. આજે લખેલા પત્રમાં તેમણે ઉમેર્યુ હતુ કે, જીલ્લામાં મ્યુકોરમાઇક્રોસીસ બિમારીએ દસ્તક દેતાં તેમણે હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં બિમારીના નિષ્ણાંત ડોક્ટરો અને દવાઓ પણ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાનું ખુલ્યુ હતુ. જેથી તાત્કાલિક અસરથી ધારપુરમાં મ્યુકોરમાઇક્રોસિસ માટે 25 બેડ અને જરૂરી દવાની સાથે તબીબોની વ્યવસ્થા કરવા માંગ કરી છે.